ગઇ કાલે ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામા આવેલ ધોરણ ૧૨ સાયન્સના પરિણામમા વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલમાં ડંકો વાગ્યો છે, જેમા વાંકાનેર કેન્દ્રમા TOP-10 માં સૌથી વધુ એક સાથે 8-8 વિધાર્થીઓ અને સાથે જ શાળામાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ ઉચ્ચ ગુણ
સાથે પાસ થતા ધી મોડર્ન સ્કુલે 100% રેકોર્ડ બ્રેક પરિણામ મેળવેલ છે….
આજના હરીફાઇયુકત યુગમાં પહેલા ધોરણથી જ પોતાના બાળકનું એક શ્રેષ્ઠ શાળામા ઘડતર થાય તેવી દરેક વાલીની અપેક્ષા હોય છે, ત્યારે હવે ઘર આંગણે જ બાળકોના સર્વાંગી વિકાસ તથા ઉચ્ચ ઘડતર માટે વાલીની દરેક શૈક્ષણિક અપેક્ષાઓ સંતોષવા અને આપને આવકારવા ધી મોડર્ન સ્કૂલ તત્પર છે, છેલ્લા ઘણા વર્ષોથી ધી મોડર્ન સ્કૂલના વિધાર્થીઓ દરેક ક્ષેત્રમાં જેવા કે મેડીકલ, પેરા મેડીકલ, ફાર્મસી, એન્જીનીયરીંગ, સીએ, સીએસ વગેરે ક્ષેત્રે હરણફાળ ભરી છે, તેના પાયાનું મુખ્ય કારણ શાળાનું શ્રેષ્ઠ શિક્ષણ, શાળાના સ્ટાફ અને ટ્રસ્ટીઓનુ યોગ્ય માર્ગદર્શન છે.
વાંકાનેર વિસ્તારમાં મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના ખેડૂત પરિવારના ઉચ્ચ શૈક્ષણિક વિચાર ધરાવતા વિધાર્થીઓને સતત માર્ગદર્શનથી પોતાની મંઝીલ સુધી પહોંચાડવામાં તથા વિધાર્થીઓના સ્વપ્ન સાકાર કરવામાં મોડર્ન સ્કૂલનો સિંહ ફાળો રહેલ છે….
ગઈ કાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયેલ, જેમાં સમગ્ર ગુજરાતમાં માત્ર 64 શાળાઓમાં જ 100% પરિણામ આવેલ જેમાં વાંકાનેરની એકમાત્ર ધી મોડર્ન સાયન્સ સ્કૂલનો સમાવેશ થાય છે. 100% સ્કૂલ પરિણામ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં TOP-10 માં 8-8 વિધાર્થીઓએ સ્થાન મેળવેલ છે…
ધી મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં બોર્ડના પરિણામમાં 95 PRથી વધુ 11 વિધાર્થીઓ, 90 PR થી વધુ 20 વિધાર્થીઓ, 80 PR થી વધુ 37 વિધાર્થીઓ, 70 PR થી વધુ 45 વિધાર્થીઓએ મેળવેલ છે. ઉતિર્ણ થયેલ વિધાર્થીઓને શાળા પરીવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે…
આ ઉપરાંત આજ રોજ GUJCET પરિણામ જાહેર થયેલ જેમા સમગ્ર વાંકાનેર કેન્દ્રમા TOP-10 મા 6-6 વિધાર્થીઓએ સ્થાન મેળવેલ છે…
બ્રાંચ-1
ધી મોડર્ન હાઈસ્કૂલ
રાજાવડલા રોડ, વાંકાનેર
મો. 99131 49409 94267 87034
બ્રાંચ-2
ધી મોડર્ન વિદ્યાલય
મુ. પીપળીયા રાજ, તા. વાંકાનેર
મો. 82006 79637 92742 41994