વાંકાનેર શહેરના મિલપ્લોટ ખાતેથી સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી-રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના મિલપ્લોટ ચોક ખાતેથી જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી-રમાડતા કરણભાઇ સનસુગમભાઈ નાયકર (ઉ.વ. ૪૮, રહે. દેલવાડીયા દવાખાના પાછળ, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 460 સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV

error: Content is protected !!