પક્ષ તરફથી પદ અને હોદ્દાની લહાણી બાબતે લઘુમતી સમાજ સાથે હળાહળ અન્યાય થતો હોવાની રાવ, માત્ર મતોના રાજકારણથી ઉપર ઉઠી કાર્યકર્તાઓને ન્યાય આપવા માંગ….
વાંકાનેર શહેર ખાતે ગઇકાલે ભાજપના લઘુમતી સમાજના આગેવાનોના એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી વાંકાનેરના રાજકારણમાં ફરી ખળભળાટ મચી ગયો છે, જેમાં પક્ષ તરફથી લઘુમતી આગેવાનો અને મતદારોને નજર અંદાજ કરવામાં આવતા હોવાના વલણની ખાસ ચર્ચા કરી, પદ અને હોદ્દાની લહાણી બાબતે લઘુમતી સમાજ સાથે હળાહળ અન્યાય થતો હોવાની ફરીયાદો સાથે આગેવાનોએ રોષ ઠાલવ્યો હતો…
આ સાથે જ બાબતે મોરબી જિલ્લા દૂધ સંઘમાં વાંકાનેર લઘુમતી સમાજની આશરે 29 જેટલી ડેરીમાંથી દરરોજ 20,000 લિટર દૂધ આપવામાં આવતુ હોય, જેની સામે અન્ય ડેરીઓમાંથી માત્ર 16,000 લિટર જેટલું દૂધ આપવામાં આવતું હોય છતાં તાજેતરમાં જ યોજાયેલ મોરબી જિલ્લા દુઘ સંઘની ચૂંટણીમાં એક પણ હોદ્દા પર લઘુમતી સમાજના એક પણ વ્યક્તિને લેવામાં ન આવતા હળાહળ અન્યાય થયો હોવાનો એક સુર આગેવાનોએ મિલાવી રોષ ઠાલવી ચિંતા વ્યક્ત કરી હતી…
આ સ્નેહમિલનમાં આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે, લઘુમતી પરિવારના આગેવાનોને રાજકીય કીનાખોરીથી અલગ અલગ રાખી તાલુકા, જિલ્લા, કે ધારાસભાની ચૂંટણીઓ વખતે જૂથ બંધી કરાવી કહેવાતા પક્ષના મુખ્ય આગેવાનો દ્વારા લઘુમતી સમાજના મતોનો ઉપયોગ કરી પોતાના લક્ષ્ય પાર પાડી ચૂંટણીઓ જીત્યા બાદ આ જ લઘુમતી સમાજના આગેવાનોને સાઈડ લાઈન કરી દેવામાં આવતા હોય છે, જ્યારે આ જ લઘુમતી આગેવાનો દ્વારા જ પક્ષને ચુંટણીઓ જીતવા માટે તનતોડ મહેનત કરવામાં આવતા હોય છે, છતાં તેની નોંધ પણ લેવામાં ન આવતી હોવાની વાત રજૂ કરી હતી. આ સ્નેહ મિલનમાં તમામ લઘુમતી ભાજપના આગેવાનોને ભાગલા પાળો અને રાજ કરોની અંગ્રેજ નીતિથી ઉપર ઊઠી એક થવા હાકલ કરી સમાજ સાથે થતાં અન્યાય સામે આગામી દિવસોમાં વાંકાનેર વિસ્તારમાં મોટું લઘુમતી સંમેલન યોજવા જાહેરાત કરતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV