વિદ્યાર્થીઓના ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે પ્રયત્નશીલ જ્ઞાનગંગા સ્કુલમાં અભ્યાસ કરી છેલ્લા પાંચ વર્ષમાં 48 જેટલાં વિદ્યાર્થીઓએ MBBS માં પ્રવેશ મેળવ્યો….

દર વર્ષની માફક આ વર્ષે પણ વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલે પોતાનું NEETનું ઉજ્વળ પરિણામ જાળવી રાખ્યું છે. જેમાં M.B.B.S. માં પ્રવેશ માટે NEET પરીક્ષા ફરજિયાત થયા બાદ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ 48 જેટલાં વિદ્યાર્થીઓને M.B.B.S. માં પ્રવેશ અપાવનાર જ્ઞાનગંગા સ્કૂલે આ વર્ષે પણ પોતાના સુંદર પરિણામને જાળવી રાખતા શાળામાં અભ્યાસ કરતા 8-8 વિદ્યાર્થીઓને M.B.B.S.માં પ્રવેશપાત્ર બનાવ્યા છે…

આ સાથે જ જ્ઞાનગંગા સ્કુલમાં અભ્યાસ કરતા કુલ 15 વિદ્યાર્થીઓએ NEET-2023ની પરીક્ષામાં 400 કરતા વધુ ગુણ પ્રાપ્ત કરી પોતાની સર્વશ્રેષ્ઠ કારકિર્દી ઘડતર સાથે ઉજ્જ્વળ ભવિષ્ય તરફ ડગલું ભર્યું છે. હાલ વાંકાનેર શહેર અને તાલુકામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓને M.B.B.S. થકી ડોક્ટર્સ બનાવવાનો અદ્રિતીય રેકોર્ડ જ્ઞાનગંગા સ્કૂલના શિરે યથાવત રહ્યો છે…

error: Content is protected !!