વાંકાનેર શહેર ખાતે આવતીકાલે રવિવારના રોજ નામાંકિત એવી જ્યોતિ વિદ્યાલયનું પ્રખ્યાત લોકગાયક ફરિદાબેન મીર અને વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય તથા ભાજપ અગ્રણી જીજ્ઞાસાબેન મેર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે, જેથી આ ભવ્યાતિભવ્ય ઉદઘાટન પ્રસંગે વાંકાનેરની શિક્ષણ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે…
પોતાની સુઝબુઝથી સફળ મેનેજમેન્ટ અને શિક્ષણ ક્ષેત્રે વર્ષોના અનુભવના નિચોડ સાથે મેહુલભાઈ શાહ અને શૈલેષભાઈ દેવમુરારી દ્વારા વાંકાનેર શહેર ખાતે આવેલ જ્યોતિ વિદ્યાલયને તદ્દન નવા મેનેજમેન્ટ સાથે રિ-ઓપન કરવામાં આવી રહી છે, જેમાં આગામી નવા સત્રથી કાયાપલટ સાથે પુનઃ શરૂ થતી જ્યોતિ વિદ્યાલય ખાતે આવતીકાલે રવિવારના રોજ ભવ્ય ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ પ્રખ્યાત લોકગાયક ફરિદાબેન મીર, ભાજપ અગ્રણી જીજ્ઞાસાબેન મેર, સાસંદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે….
🎊 ઉદ્ઘાટન પ્રસંગો 🎊
તારીખ : 05/06/2022
વાર : રવિવાર
સમય : સવારે 9:00 કલાકે

🎀 નિમંત્રક 🎀
જ્યોતિ વિદ્યાલય વાંકાનેર
