વાંકાનેરની મોડર્ન સ્કૂલની અવિરત પ્રગતિ સાથે ધોરણ 12 સાયન્સ બાદ કોમર્સના પરિણામમાં પણ સિંહ ગર્જના, સમગ્ર ગુજરાત બોર્ડ ટોપ-10માં શાળાના ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ….

0

વાંકાનેરની મોડર્ન સ્કૂલનું રેકોર્ડ બ્રેક પરિણામ : ધોરણ 12 કોમર્સના જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ગુજરાતમાં બીજા, ચોથા અને નવમાં સ્થાન પર હક જમાવવા શાળાનાં વિદ્યાર્થીઓ, સાથે જ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં પણ ટોપ-10 માં પણ એક સાથે સાત-સાત વિદ્યાર્થીઓનો સમાવેશ…

ગઈકાલે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 કોમર્સની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા, જેમાં વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે. જેમાં શાળાની વિદ્યાર્થીની ઝોહરાજબીન ઉસ્માનગની શેરસીયાએ રેકોર્ડ બ્રેક સિદ્ધિ હાંસલ કરી સમગ્ર ગુજરાત રાજ્યમાં 94.86 % અને 99.98 PR સાથે બીજા ક્રમે અને મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઇ મેદાન માર્યું છે.

આ સાથે જ શાળાની વિદ્યાર્થીની ફીરદોશબાનુ નજરૂદ્દીનભાઈ ખોરજીયાએ 94.29% અને 99.96 PR સાથે ગુજરાત રાજ્યમાં ચોથો ક્રમ અને મોરબી જિલ્લામાં બીજો ક્રમ મેળવ્યો છે.

આવી જ રીતે શાળાની વિદ્યાર્થીની જાસીરા અબ્દુલભાઈ શેરસીયાએ 93.43% અને 99.91 PR સાથે રાજ્યમાં નવમો ક્રમ મેળવ્યો છે…

વાંકાનેરની ધી મોડર્ન સ્કૂલે ધોરણ 12 સાયન્સ બાદ કોમર્સના પરિણામમાં પણ સમગ્ર વાંકાનેર કેન્દ્રની સાથે ગુજરાત રાજ્યમાં પણ ડંકો વગાડ્યો છે. વાંકાનેર કેન્દ્રની વાત કરીએ તો ટોપ-10 માં મોડર્ન સ્કૂલના સાત-સાત વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે…

મોડર્ન સ્કૂલ-વાંકાનેર શાળાનું પરિણામ : 97.43 %

મોડર્ન વિદ્યાલય-પીપળીયા રાજ શાળાનું પરિણામ : 98.68 %

વાંકાનેરની નામાંકિત ધી મોડર્ન સ્કુલમાં ધોરણ 11 માં એડમીશન ઓપન…

બ્રાંચ-1

 ધી મોડર્ન હાઈસ્કૂલ 

રાજાવડલા રોડ, વાંકાનેર

મો‌. 99131 49409      94267 87034

બ્રાંચ-2

 ધી મોડર્ન વિદ્યાલય‌ 

મુ. પીપળીયા રાજ, તા. વાંકાનેર

મો. 82006 79637      92742 41994