છેલ્લા એકવીસ વર્ષેથી શિક્ષણ ક્ષેત્રને સમર્પિત એલીટ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અને શિક્ષણવિદ એવા શ્રી એસ. ડી. કલોલા સાહેબનો આજે જન્મદિવસ છે જે નિમિત્તે આજે સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળ, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો અનેરા ઉમંગ અને ઉત્સાહથી તેમને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે…
કલોલા સાહેબે ખૂબજ નાની ઉંમરમાં ઐતિહાસિક પ્રેરણાદાયક પ્રગતિના શિખરો સર કર્યા છે. અત્યારે એલીટ ગ્રુપમાં એલીટ CBSE સ્કૂલ, એલીટ ઇન્ટરનેશનલ સ્કૂલ, એલીટ સાયન્સ સ્કૂલ, એલીટ કોમર્સ સ્કૂલ, એલીટ B. Sc. કોલેજ, એલીટ B.B.A. મેનેજમેન્ટ કોલેજ, CAP – ક્રિકેટ એકેડમી, કોચિંગ કલાસીસ જેવી શાખાઓ કાર્યરત છે. તદુપરાંત તેની શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ એક મોરપીંછનો ઉમેરો થયો છે એટલે કે કલોલા સાહેબે મોરબીના પોશ વિસ્તાર S.P. રોડ પર 2nd હોમ પ્રિ-સ્કૂલનું ખાતમુહૂર્ત કર્યું છે. નાના ભૂલકાઓ માટેની એક સપનાની પ્રિ-સ્કૂલ; જેમાં નર્સરી, L.K.G., U.K.G. નો સમાવેશ થશે…
સમગ્ર ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી પ્રખર શિક્ષક વિદ અને હંમેશા ચક્રવાત પરિવારના શુભચિંતક એવા કલોલા સાહેબના આજે જન્મદિવસ નિમિતે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા માં શારદા તેનું જીવન તંદુરસ્તમય રહે અને મોરબીના શિક્ષણ જગતમાં અનેરી ઓળખ ઊભી કરે તેવી અભિલાષા…
આજે કલોલા સાહેબ ના જન્મદિવસ ઉપર તેમના નંબર 9825423314 ઉપર શુભેચ્છકોના કોલ અને મેસેજ નો ધોધ વહી રહ્યો છે…