કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ચાર મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ…

આજરોજ મોરબી જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ તથા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના હિતમાં મોરબી જિલ્લા કલેકટરશ્રીને અલગ અલગ ચાર માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ૧). વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવવા અંગેની માંગણી કરાઇ હતી..

આ સાથે જ કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા દ્વારા તા. 01/9/2023 ના રોજ કલેક્ટરશ્રી સમક્ષ વાંકાનેર અને ટંકારા તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવવા અંગેની માંગણી કરવામાં આવી હોય
તે બાબતે કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી અને સાધનિક કાગળોની નકલો માહિતી અધિકારના કાયદા હેઠળ માંગવામાં આવી હતી. ત્રીજી માંગણીમાં મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા વાંકાનેર અને ટંકારા તાલુકા સહીત સમગ્ર મોરબી જિલ્લાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવવા અંગેની માંગણી કરાઇ હતી..

આ સાથે આ તકે મોરબી જિલ્લા કિશાન કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત ખાતે ખેડૂતોની સંસ્થા “ખેડૂત સમાજ” ની ઓફિસ ગેરકાયદેસર રીતે તોડી પાડવા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી. આ તકે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ મહામંત્રી અને વાંકાનેર APMC ના પુર્વ ચેરમેન શકીલ એહમદ કે. પીરઝાદા, વાંકાનેર APMC પ્રમુખ ગુલામભાઇ પરાસરા, વાંકાનેર તાલુકા કિશાન કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ કડીવાર, મોરબી જિલ્લા કિશાન કોંગ્રેસ પ્રમુખ ભાવેશ સાવરિયા, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે. ડી. પડસુમ્બીયા,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી પ્રભારી કે. ડી. બાવરવા, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ કાર્યકારી પ્રમુખ એલ. એમ. કંઝારીયા, મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી, મહેશભાઈ રાજગુરુ, માળીયા તાલુકા પંચાયતના નેતા વિપક્ષ અશોકભાઈ કૈલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf

error: Content is protected !!