મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓએ માનવ સેવા અર્થે કોવિડ સેન્ટરો શરૂ કરી કોરોના દર્દીઓને રાહત આપતા તેમના જીવ બચાવવા તનતોડ મહેનત કરી સાચી માનવસેવા આપી હતી. આ કપરા સમયગાળા દરમિયાન દર્દીઓની વહારે આવેલી આવી સેવાભાવી સંસ્થાઓને બિરદાવવા મોરબી જિલ્લા કલેકટર દ્વારા તેમને પ્રોત્સાહિત કરી આ તમામ સંસ્થાઓનુ સન્માન કર્યું હતું….
મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતકી હોવાથી હજારો દર્દીઓ કોરોના સંક્રમિત થતા હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓની લાઈનો લાગી હતી અને હોસ્પિટલોમાં બેડ ખુંટી પડ્યા હતા. આ કટોકટીભરી પરિસ્થિતિમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દર્દીઓની વહારે આવી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ઠેરઠેર કોવિડ કેર સેન્ટર ઉભા કરીને રાત-દિવસ જોયા વગર તન-મન-ધનથી દર્દીઓની સેવા કરી હતી….
આવી કપરી પરિસ્થિતિમાં આવી સેવાભાવી સંસ્થાઓના અથાક પ્રયાસોને કારણે આજે મોરબી જિલ્લામાં કોરોનાની બીજી લહેર હવે એકદમ શાંત પડી છે અને જનજીવન પુનઃ ધબકતું થયું છે. સેવાભાવી સંસ્થાઓના સરાહનીય પ્રયાસોથી મોરબી કોરોનાની બીજી લહેરમાંથી મુક્ત થતા આ સેવાભાવી સંસ્થાઓને બિરદાવા માટે આજે મોરબી જિલ્લા કલેકટર કચેરીએ એક સન્માન સમારોહ યોજાયો હતો….
આ સન્માન સમારોહમાં કલેકટર જે. બી. પટેલ, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, અધિક કલેકટર કેતન જોશીના વરદ હસ્તે કોરોનાની બીજી લહેરમાં ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ના મંત્રને સાર્થક કરનાર સેવાભાવી સંસ્થાઓ પાટીદાર કોરોના કેર સેન્ટર-પટેલ કન્યા છાત્રાલય, લોહાણા વિદ્યાર્થી ભવન, યંગ ઇન્ડિયા ગ્રુપ, સમસ્ત સતવારા સમાજ, જય અંબે કોવિડ કેર સેન્ટર, સિમ્પોલો ફાઉન્ડેશન, ગેલેક્સી-મોમીન કોવિડ કેર સેન્ટર, ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ, પાટીદાર કોરોના કેર સેન્ટર-જોધપર, પરશુરામધામ ચેરીટેબલ ટ્રસ્ટ,
સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી, યદુનંદન ગૌસેવા ટ્રસ્ટ, ઉમિયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ, શિયા ઇમામી ઇસ્માઇલી જમાતખાના, સરદાર પટેલ લેઉવા પાટીદાર સમાજ-ટંકારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, અજયભાઈ લોરીયા, સીરામીક એસોસિએશન, અજંતા એલપીપી સહિત કુલ 19 સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથેસાથે આગામી સમયમાં સંભવિત ત્રીજી લહેરમાં પણ આ સંસ્થાઓને આવી જ રીતે કામગીરી કરવાની હાકલ કરાઈ છે….
વધુ અને ઝડપી સમાચારો સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN