વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ ટીમ દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ ગરીબ નાગરિકોને ફ્રીમાં ભરી આપવા તેમજ જરૂરી સહાયતા માટે ભારતીય જનતા પાર્ટી સેવા કેન્દ્ર શરૂ કરાયું….
વાંકાનેર શહેર અને તાલુકાની સમગ્ર જનતા માટે સરકારીશ્રીની વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, આવકના દાખલા, જાતિના દાખલા, આવાસ યોજના સહિતની યોજનાઓના ફોર્મ વિનામૂલ્યે ભરી આપવા તેમજ આ યોજનાઓ વિશે જરૂરિયાત મંદ નાગરિકોને સલાહ-સુચન-સહાયતા કરવા માટે ભારતીય જનતા પાર્ટી સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન વાંકાનેર સ્ટેટ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે વાંકાનેર શહેરના આંબેડકરનગર મેઇન રોડ પર કરવામાં આવ્યું હતું….
વાંકાનેર ભાજપ ટીમ દ્વારા શરૂ કરવામાં આવેલ આ સેવા કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપ પ્રદેશ કારોબારીના સભ્ય કાળુભાઈ કાંકરેચા, મોરબી જિલ્લા મંત્રી રસિકભાઈ વોરા, જિલ્લા ઉપપ્રમુખ ગાંડુભાઈ ધરજિયા, જિલ્લા બક્ષીપંચ મોરચા પ્રમુખ અમૃતલાલ ઠાકરાણી, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણિયારિયા, મહામંત્રી હીરાભાઈ બાંભવા, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઠવી, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર નગરપાલીકાના કોર્પોરેટર ગજેન્દ્રસિંહ રાઠોડ, અમરશીભાઈ મઢવી, માટીકામ કલાકારીના પૂર્વ ડાયરેક્ટર સુરેશભાઇ પ્રજાપતિ, સહિત ભાજપના પૂર્વ કોર્પોરેટર, હોદેદારો અને યુવા કાર્યકરો હાજર રહ્યા હતા…
આ તકે મુખ્ય અતિથિ મહારાજા સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા દ્વારા વાંકાનેર શહેર અને તાલુકાની તમામ જનતાને વધારેમાં વધારે વેકસીન લેવા માટે અપીલ કરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN