મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાની યોગ્ય લાયકાત અનુસાર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં કુલ- 338 માનદ સભ્યોની ખાલી રહેલ જગ્યાની ભરતી માટે ધો. ૩ પાસ કે તેથી વધુ તેમજ ઉંમર-૨૦ થી ૫૦ વર્ષ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે….
મોરબી જિલ્લામાં ખાલી રહેલ જગ્યાઓની વિગતો….
આ ભરતીમાં નિમણુક ઇચ્છતા ઉમેદવારોએ મોરબી તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા(મીં), ટંકારા, હળવદ વિસ્તારના અને શારીરિક તથા માનસિક સશક્ત ઉમેદવારોએ અરજી ફોર્મના નમુના સંબંધિત પોલીસ સ્ટેશન અથવા જી.આર.ડી. શાખા, રૂમ નં.૧૫, પોલીસ અધિક્ષકની કચેરી, નવા સેવાસદનની બાજુમાં, શોભેશ્વર રોડ, મોરબી-૨, ખાતેથી તા.૧૮/૧૦/૨૦૨૩ થી તા.૩૦/૧૦/૨૦૨૩ સુધીમાં કચેરી સમય સવારના ૧૦:૩૦ થી સાંજના ૦૬:૧૦ સુધીમાં રૂબરૂમાં મેળવવાના રહેશે. તા.૩૧/૧૦/૨૦૨૩ના સાંજના ૦૬:૧૦ કલાક સુધીમાં અરજી ફોર્મ જમા કરાવવાના રહેશે. ભરતી પ્રક્રીયાની વિગતવારની માહિતી “Morbi Police” ના ફેસબુક પેજ પર તથા અત્રેની જી.આર.ડી. શાખા તથા સંબંધિત પોલીસ સ્ટેશન ખાતેથી રૂબરૂ મેળવવા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીના વી. ટી. વાઘેલાની યાદીમાં જણાવાયું છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf