હાલના આધુનિક સમયમાં ડિજીટલ સર્વીસનું મહત્વ સતત વધી રહ્યું છે જેમાં લોકો કેસલેસ જમાના તરફ આગળ વધી ઓનલાઇન પેમેન્ટ તરફ વળ્યા છે ત્યારે લોકોને સર્વશ્રેષ્ઠ ડિજિટલ સર્વીસ જેવી કે તમામ પ્રકારના રીચાર્જ, બીલ પેમેન્ટ, ફાસ્ટ ટેગ રીચાર્જ, ટીકીટ બુકીગ, ઓનલાઈન ખરીદી સહિતની તમામ ઓનલાઇન પેમેન્ટ સર્વિસ સરળ રીતે મળી રહે માટે વાંકાનેરની ગૌરવવંતી બાદી-પે મલ્ટી સર્વીસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનો ગઇકાલે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો…
વાંકાનેર વિસ્તાર માટે ગૌરવંત બાબત એ છે કે વાંકાનેર જેવા નાન સેન્ટરમાં પણ આવડા મોટા ઓનલાઇન પ્લેટફોર્મ પર જબરદસ્ત ફાયદા સાથે ગ્રાહકો 100% ફાયદાકારક બાદી-પે મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપનીનું ઉદ્ઘાટન ગઇકાલ તા. 09/08/2021ના રોજ બપોરે 2:30 વાગ્યે સૈયદ ફાજીલશાહ બાવાના હાથે કરવામાં આવ્યું હતું…
દેશભરમાં પોતાની સર્વિસ પુરી પાડનાર આ કંપનીની શરૂઆત વાંકાનેર જેવા નાના સેન્ટરમાંથી થતાં આ બાબત વાંકાનેર માટે ગૌરવંતી છે. આ તકે બાદી-પે મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ કંપની ઓનર ઇમ્તીયાઝભાઈ બાદી અને માહમદભાઈ બાદી દ્વારા જણાવ્યું હતું કે અમારી આ નવી કંપનીનો ઉદ્દેશ લોકોના પૈસાની બચત, સમયની બચત, લોકોની આવકમાં વધારો થઈ શકે, જડપી સર્વીસ, સરળ સર્વીસ મળી રહે તે છે જેના માટે અમો સતત કાર્યરત છીએ…
👉🏻 આપણા વાંકાનેરની બાદી-પે એપ્લિકેશનમાં ફ્રી આઈડી બનાવા માટે નીચેના નંબર પર સંપર્ક કરો… મો. 8200717122 / 7227062486
બાદી-પે મલ્ટી સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ
ચિશ્તીયા કૉમ્પ્લેક્સ, દાણાપીઠ ચોક પાસે, વાંકાનેર, ગુજરાત