સમગ્ર મોરબી જિલ્લામાં માત્ર દસ શાળાઓમાં જ 100% પરિણામ, જેમાં મદની સ્કૂલ સમાવેશ, સિંધાવદર કેન્દ્રમાં પણ શાળા અને વિદ્યાર્થીઓ ટોપ પર…
આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં સિંધાવદર કેન્દ્ર પ્રથમ સ્થાને રહ્યું છે, તેવી જ રીતે સિંધાવદર કેન્દ્રના પરિણામમાં પણ મદની સ્કૂલ ટોપ પર રહી છે…
મોરબી જિલ્લામાં માત્ર દસ શાળાઓમાં જ 100 % પરિણામ આવેલ છે જેમાં વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે આવેલ મદની સ્કૂલનો સમાવેશ થાય છે. મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમે આવેલ સીંધાવદર કેન્દ્રમાં મદની સ્કૂલ પ્રથમ ક્રમે રહી છે, જેમાં કેન્દ્રમાં પ્રથમ અને દ્વિતીય એમ બંને સ્થાન પર મદની સ્કૂલના વિદ્યાર્થીઓએ કબ્જો જમાવ્યો છે. જેમાં પ્રથમ નંબર પર 96.74 PR અને 87.16 % સાથે સામીર પરાસરા અને દ્વિતીય સ્થાન પર મદની સ્કૂલના બે વિદ્યાર્થીઓ 95.57 PR તથા 85.33 % સાથે શેરસીયા રિયાઝ યુસુફભાઈ અને પરાસરા સમનબાનું અબ્બાસભાઈ આવ્યા છે….
ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિક્ષણની જ્યોતને ખરા અર્થમાં પ્રજ્વલિત રાખી અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં પુરતું ધ્યાન આપી જીવન લક્ષી શિક્ષણ પુરી પાડતી મદની સ્કૂલની આ જ્વલંત સિદ્ધિ બદલ સિંધાવદર કેન્દ્રના જાગૃત વાલીઓ શાળા પરિવારને શુભેચ્છા પાઠવી રહ્યા છે…
છેલ્લા પાંચ વર્ષના પરિણામમાં મદની સ્કૂલમાં બીજી વખત 100 % પરિણામ…