નર્સિંગ ક્ષેત્રે વાંકાનેરની ફૈઝ નર્સિંગ સ્કુલની રેકોર્ડ બ્રેક સિદ્ધિ : સ્કુલમાંથી અભ્યાસ કરનાર 54 વિદ્યાર્થીનીઓએ સરકારી નોકરી મેળવી….

0

 FHW-2022ની ભરતીમાં ફૈઝ નર્સિંગ સ્કુલમાંથી અભ્યાસ કરેલ 54 વિદ્યાર્થીનીઓએ સરકારી નોકરી મેળવશે..

વાંકાનેર શહેર ખાતે આવેલ ફૈઝ નર્સિંગ સ્કુલે વિદ્યાર્થીનીઓને સરકારી નોકરી અપાવવામાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા છે, જેમાં ફૈઝ નર્સિંગ સ્કુલમાંથી ANM નર્સિંગનો અભ્યાસ કરનાર એકસાથે 54 વિદ્યાર્થીનીઓએ છેલ્લી ફિમેલ હેલ્થ વર્કર(FHW)ની સરકારી પરીક્ષા સફળતા પુર્વક પાસ કરી નોકરી મેળવશે….

વાંકાનેર શહેર ખાતે વર્ષ 2013 થી શરૂ થયેલ ફૈઝ નર્સિંગ સ્કુલમાં અત્યાર સુધીમાં એ.એન.એમ. નર્સિંગ અભ્યાસક્રમની કુલ સાત બેચ પુર્ણ થયેલ છે, જેમાં આશરે કુલ 200 જેટલી વિદ્યાર્થિનીઓએ ફૈઝ નર્સિંગ સ્કુલમાં અભ્યાસ પુર્ણ કરેલ છે. આ 200 વિદ્યાર્થીનીઓમાંથી અગાઉ 60 જેટલી વિદ્યાર્થિનીઓ સરકારી નોકરી મેળવી આરોગ્ય ક્ષેત્રે હાલ સેવા આપી રહી છે, જેમાં ચાર ચાંદ લાગી તાજેતરમાં જ લેવાયેલ ફિમેલ હેલ્થ વર્કરની પરિક્ષામાં ફૈઝ નર્સિંગ સ્કુલમાંથી અભ્યાસ કરનાર એકસાથે વધુ 54 વિદ્યાર્થીનીઓએ સરકારી નોકરી મેળવી છે, જે અત્યાર સુધીના વાંકાનેરના ઈતિહાસમાં કોઇ એક સંસ્થામાંથી આટલી મોટી સંખ્યામાં એકસાથે સરકારી નોકરી મેળવી હોય તેવો પ્રથમ દાખલો છે….

 ફૈઝ નર્સિંગ સ્કુલમાંથી અભ્યાસ કરી સરકારી નોકરી મેળવી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવનાર તમામ વિદ્યાર્થીનીઓ પોતાની આ સફળતા બદલ પોતાની શાળાનો આભાર માની રહી છે….

વર્ષ 2022-23 માટે ફૈઝ નર્સિંગ સ્કુલમાંથી એડમિશન શરૂ….

સરકારી નોકરી અપાવવામાં રેકોર્ડ બ્રેક કરનાર વાંકાનેરની ફૈઝ નર્સિંગ સ્કુલ ખાતે વર્ષ 2022-23 માં એ.એન.એમ. અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી પોતાના સંતાનના ઉજ્જવળ ભવિષ્ય સાથે સરકારી નોકરી મેળવવાની અભિલાષા રાખતા વાલીઓ વહેલાં તે પહેલાંના ધોરણે ફૈઝ નર્સિંગ સ્કુલનો નીચેના નંબર પર સંપર્ક કરો…

ફૈઝ નર્સિંગ સ્કુલ

27-નેશનલ હાઈવે, મું. લાલપર, વાંકાનેર

મો‌. 97258 90433

ફૈઝ નર્સિંગ સ્કુલ તરફથી આ તમામ વિદ્યાર્થીનીઓને ખુબ ખુબ અભિનંદન….