કોંગ્રેસી ધારાસભ્યોના ભાજપ તરફના પ્રવાહ વચ્ચે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે. નોંધનીય છે કે, છેલ્લાં બે દિવસથી દિલ્હીમાં મનોમંથન કર્યા પછી ભાજપે પણ 10 નવેમ્બરના રોજ સવારે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી….

46 ઉમેદવારોમાંથી 21 સીટિંગ ધારાસભ્યોને રિપીટ કરાયા છે જ્યારે 25 નવા ચહેરાને ચાન્સ અપાયો છે. 46 ઉમેદવારોની યાદીમાં ત્રણ મહિલા ઉમેદવાર સામેલ છે. ધારાસભ્યોમાં અમરેલી બેઠક પરથી પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, ઉના બેઠક પર પૂંજા વંશ, લાઠીમાં વીરજી ઠુમર સહિતના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ભાજપમાં જોડાશે તેવી શક્યતા વહેતી થઈ હતી તે ધોરાજી બેઠક પરથી ધારાસભ્ય લલિત વસોયાને તક અપાઈ છે, મજૂરા બેઠક પર મંત્રી હર્ષ સંઘવી સામે કોંગ્રેસે બલવંત જૈનને ટિકિટ આપી છે, જૂનાગઢમાં વયોવૃદ્ધ ધારાસભ્ય ભીખા જોષીને બદલવા માગ કરાઈ હતી, જોકે તેમને ફરી મેદાનમાં ઉતાર્યા છે…

૧).વાંકાનેર – મહંમદજાવેદ પીરઝાદા
૨). સુરત ઈસ્ટ – અસલમ સાઈકલવાલા
૩). વાગરા – સુલેમાનભાઈ પટેલ
૪).અબડાસા – મહંમદ ઝટ
૫). ટંકારા – લલિત કગથરા
૬). ચોટીલા – ઋત્વિક મકવાણા
૭). લીંબડી – કલ્પના મકવાણા
૮). દસાડા – નવસાદ સોલંકી
૯). ગોંડલ – યતીશ દેસાઈ
૧૦). જેતપુર – દીપક વેંકરીયા
૧૧). ધોરાજી – લલિત વસોયા
૧૨). કાલાવાડ – પ્રવીણ માછડીયા
૧૩). જામનગર સાઉથ – મનોજ કથીરિયા
૧૪). જામજોધપુર – ચિરાગ કાલરિયા
૧૫). જામખંભાળિયા – વિક્રમ માડમ
૧૬). જુનાગઢ – ભીખાભાઈ જોશી
૧૭). વિસાવદર – કરસનભાઈ વડોદરીયા
૧૮). કેશોદ – હીરાભાઈ જેતાવા
૧૯). માંગરોળ – બાબુભાઈ વાજા
૨૦). સોમનાથ – વિમલ ચુડાસમા

૨૧). ઉના – પુંજાભાઈ વંશ
૨૨). અમરેલી – પરેશ ધાનાણી
૨૩). લાઠી- વિરજી ઠુંમર
૨૪). સાવરકુંડલા – પ્રતાપ દૂધાત
૨૫). રાજુલા – અમરીશ ડેર
૨૬). તળાજા – કનુભાઈ બાબરીયા
૨૭). પાલિતાણા – પ્રવીણભાઈ રાઠોડ
૨૮). ભાવનગર પશ્ચિમ – કિશોરસિંહ ગોહિલ
૨૯). ગઢડા – જગદીશ ચાવડા
૩૦). ડેડીયાપાડા – જેરમાબેન વસાવા
૩૧). ભૂજ – અર્જુન હુદિયા
૩૨). ઝઘડિયા – ફતેસિંહ વસાવા
૩૩). અંકલેશ્વર – વિજયસિંહ પટેલ
૩૪). માંગરોળ; સુરત – અનિલભાઈ ચૌધરી
૩૫). માંડવી – આનંદભાઈ ચૌધરી઼
૩૬). માંડવી એસ.ટી. – રાજેન્દ્રસિંહ જાડેજા
૩૭). સુરત નોર્થ – અશોકભાઈ વી પટેલ
૩૮). કારંજ – ભારતી પટેલ
૩૯). લિંબાયત – ગોપાલભાઈ પાટીલ
૪૦). ઊધના – ધનસુખ રાજપૂત
૪૧). મજૂરા – બલવંત શાંતિલાલ જૈન
૪૨). ચૌર્યાસી – કાંતિલાલ પટેલ
૪૩). વ્યારા – ઉનાભાઈ ગામીત
૪૪). નિજર – સુનીલભાઈ ગામીત
૪૫). વાંસદા – અનંતકુમાર પટેલ
૪૬). વલસાડ – કમલકુમાર પટેલ

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!