વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ નીચેથી મોરબી એસઓજી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે મધ્યપ્રદેશના શખ્સને બે દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નજીકથી મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં રહેલ એક શખ્સ એવા બબલુ કાલુસીંગ વાસકેલ (રહે. બીલાક કોલોની, બારીયા ગ્રામ પંચાયત, તા.ગંધવાની જી.ધાર, મધ્યપ્રદેશ)ને ઝડપી પાડી તલાશી લેતા આરોપી બબલુના કબ્જામાંથી બે દેશી બનાવટની પિસ્ટોલ(કિંમત રૂ. 20,000) અને પાંચ જીવતા કાર્ટીઝ (કિંમત રૂ. 500) સહિત રૂ. 20,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટની કલમ રપ(૧-બી)એ તથા જી.પી.એકટ કલમ ૧૩પ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0