આજે લોકશાહીના મહાપર્વ એટલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનિ પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લાના ત્રણેય બેઠકો પર વહેલી સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. જીલ્લાના કુલ 906 બુથ પર આજે સવાર 8 વાગ્યાથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે…

ગુજરાત વિધાનસભાની મોરબી જિલ્લાની મોરબી-માળિયા, ટંકારા-પડધરી અને વાંકાનેર-કુવાડવા બેઠક પર આજે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી રહી છે. જેમાં તમામ બુથ પર આજે સવારે 8 વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થઈ ગયું છે…

ત્રણેય બેઠકના 35 ઉમેદવારોના ભાવિના ફેસલા માટે આજે કુલ 8,17,761 મતદારો લોકશાહીનું પર્વ ઉજવી રહ્યા છે. આજે સવારથી જ મતદાન મથકો ઉપર મતદારો ભારે ઉત્સાહ સાથે ઉમટી રહ્યા છે.

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BokI1nTJctlDRYgMt5ujid

error: Content is protected !!