વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે આવેલ એક રહેણાંક મકાનમાં બે સગા ભાઈઓ વિદેશી દારૂનો ધંધો કરતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી 24 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના યજ્ઞપુરૂષનગર(ગારીયા) ગામે રહેતા વિવેક મંછારામભાઈ ગોંડલીયા અને વિશાલ મંછારામભાઈ ગોંડલીયા નામના બે ભાઈઓ વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે તેમના ગારીયા ગામે આવેલ રહેણાંક મકાનમાં દરોડો પાડતાં ત્યાંથી 24 બોટલ વિદેશી દારૂ જેની કિંમત રૂ. 9000 મળી આવી હતી…
આ બનાવમાં પોલીસે સ્થળ પર વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી વિવેક મંછારામ ગોંડલીયાને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય આરોપી વિશાલ મંછારામ ગોંડલીયા સ્થળ પર હાજર મળી ન આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BokI1nTJctlDRYgMt5ujid