મોરબી જિલ્લામાં મતદાન મથકો પર હથિયારધારી પોલીસ જવાનો સાથે બુથ પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના : મોરબી જિલ્લાના વિધાનસભાના 905 મતદાન મથકો ઉપર અંદાજીત 5,400 કર્મચારીઓ ફરજ પર તૈનાત…

મોરબી જિલ્લામાં આવતી કાલે વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકના 905 જેટલા મતદાન મથક(બુથ) ઉપર ચૂંટણી કામગીરી કરનાર પ્રિસાઇડિંગ ઓફિસરો, પોલિંગ ઓફિસરો સહિત અંદાજીત 5,400 જેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ કર્મચારીઓ આજરોજ સંપૂર્ણ તૈયારીઓ સાથે ડીસ્પેચિંગ સેન્ટરથી મતદાન મથક(બુથ) પર જવા રવાના થયા હતા…

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ના આગલા દિવસે મોરબી ખાતે ચૂંટણી સમયે મતદાન માટેની કામગીરી માટેના પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફ જે તે બુથ પર ઉપયોગમાં લેવાનાર મતદાન માટેના ઇ.વી.એમ અને વી.વી.પેટ મશીન લઈને રવાના થયો હતો. ઉપરાંત અન્ય જરૂરી સાહિત્ય સામગ્રી જેવી કે સરનામા ટેગ, પિંક પેપર સીલ, ખાસ ટેગ, ગ્રીન પેપર સીલ, મતદાર યાદી, વિશિષ્ટ દર્શક સિક્કો, મતદાર કાપલી, મતદાન વિસ્તારની સંખ્યા દર્શાવતી નોટિસ વગેરે સાહિત્ય લઈને તમામ ટીમો ચૂંટણી પંચની સુચના અનુસાર તેમને ફાળવેલ નિયત મતદાન મથક પર જરૂરી સુચનો અને માર્ગદર્શન સાથે રવાના થઈ હતી…

પોલિંગ સ્ટાફ અને પોલીસ સ્ટાફને મતદાન મથક પર કરવાની થતી કામગીરી અંગે 65-મોરબી રિટર્નીંગ ઓફિસરશ્રી ડી.એ. ઝાલા, 66-ટંકારા રિટર્નીંગ ઓફિસરશ્રી ડી.આર. પરમાર તેમજ 67-વાંકાનેર રિટર્નીંગ ઓફિસરશ્રી શેરશિયા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર વિવિધ સુચનાઓ આપવામાં આવી હતી. ચૂંટણીના મહાપર્વની પૂર્વ તૈયારી માટે તમામ કર્મચારીઓ પણ સજ્જ બની તેમને ફાળવેલા મતદાન મથક તરફ જવા રવાના થયા હતા…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4

 

error: Content is protected !!