મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને તિથવા પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ…
મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ ચાલતા તમાકુ કંટ્રોલ સેલ અને તિથવા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્રારા વાંકાનેર તાલુકાની પંચાસર પ્રાથમીક શાળા ખાતે વ્યસનની મુકતી જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા..
આ તમાકુ નિષેધ ચિત્ર હરીફાઈમાં શાળાના 17 જેટલા બાળકો જોડાઈ અને વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આથિક અસરો વિશે કાગળ પર સ્થિત પ્રદર્શિત કરતા વિવિઘ ચિત્ર તૈયાર કર્યા હતા, જેમાંથી વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ…
આ કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો. રવીરાજ મકવાણાએ તમાકુના દૂષણોથી થતી શારીરિક અને આર્થિક નુકશાની વિશે શાળાના વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. આ તકે શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ ગણ, જિલ્લા પંચાયત તમાકુ નિયંત્રણ કર્મચારી તેહાન શેરસીયા, TMPHS માથકીયાભાઈ તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવાના સુપરવાઇઝર સલીમભાઇ, પંચાસર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સી.એચ.ઓ. ડો. અસરફભાઇ વડાવીયા અને સ્ટાફ તથા RBSK ટીંમના મહીલા ડો. મહેજબીન ગઢવારા, ખેરુનબેન કડીવાર સહિતના હાજર રહ્યા હતા..
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4