વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ ખાતે રહેતું દંપતિ અને તેમની બાળકી વાંકાનેર ખાતે દવા લેવા માટે આવ્યા હોય જ્યાંથી તેઓ કામ પતાવી બપોરનાં સમયે ઘરે પરત ફરતા હોય ત્યારે લાલપર ગામની સીમમાં હોટલ શાલીમારની સામે પહોંચતા એક આઇસર વાહન ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં માતાપિતાની નજર સામે માસુમ બાળકનું મોત થયું હતું જ્યારે દંપતિને ઈજાઓ પહોંચી હતી, જેથી મૃતક બાળકીના પિતાએ આ બનાવમાં આઇસરના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ ખાતે રહેતા ઈરફાનભાઇ ઉસ્માનભાઈ બાદી (ઉ.વ. ૩૫) પોતાની પત્ની મહેમુનાબેન તથા દીકરી મેઅરાજ (ઉ.વ. ૫)ને પોતાના બાઈક નં. GJ 36 A 9360 પર બેસાડીને વાંકાનેર શહેર ખાતે દવા લેવા માટે આવ્યા હોય જ્યાંથી તેઓ કામ પતાવી પોતાના ઘરે પરત ફરી રહ્યા હોય ત્યારે લાલપર ગામની સીમમાં શાલીમાર હોટલ સામેથી પસાર થતા હતા ત્યારે ત્યાંથી પસાર થતા એક આઇસર નંબર GJ 3 BV 5229ના ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક ઈરફાનભાઈને માથામાં તેમજ જમણા હાથે ઇજાઓ પહોંચી હતી તેમજ તેમના પત્નીને માથા, નાક અને પાંસળીના ભાગે ઈજાઓ થઈ હતી…
આ ગંભીર અકસ્માતના બનાવમાં બાઈક ઉપર બેઠેલ પાંચ વર્ષની દીકરી મેઅરાજને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેનું મોત થયું હતું. આ અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને નાસી ગયો હતો, જેથી મૃતક બાળકીના પિતા ઈરફાનભાઇ બાદીએ હાલમાં આઇસર ચાલક સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4