મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટોળ, અમરાપર અને કોઠારીયા ગામોમાં અબોલ પશુઓને ભર ઉનાળે પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઘેલાભાઈ ફાંગલીયા દ્વારા મોરબી જિલ્લા કક્ષાના અધિકારીઓને રજુઆત કરવામાં આવી છે.
જેમાં તેમણે જણાવ્યું છે કે ટંકારા પંથકના ટોળા, અમરાપર અને કોઠારીયા આ ત્રણ ગામના વિસ્તારોમાં આશરે 3,000 જેટલા પશુઓ આવેલા છે, જેમનાં માટે અત્યારે સુધીમાં પિવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી જેથી આ બાબતે તાત્કાલિક ઘટતા પગલાં સ્વરૂપે મચ્છુ 1 ડેમની કેનાલ મારફતે ટોળ ગામનું તળાવ ભરવામાં આવે જેથી આ તમામ પશુઓનો નિભાવ થઈ શકે તેવી રજૂઆત મોરબી જીલ્લા કાર્યપાલક ઇજનેર શ્રીને લેખીતમાં કરવામાં આવી છે…