વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મેસરીયા ગામ પાસે બનેલા મર્ડરના બનાવમાં તપાસમાં હોય તે દરમિયાન ત્યાંથી એક અસ્થિર મગજની વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં મળતા તેની તપાસ કરતા તે છેલ્લા 14 વર્ષથી પોતાના પરિવારથી વિખૂટા પડેલા અને હાલ તે વાંકાનેર વિસ્તારમાં રખડું જીવન જીવતો હોય જેથી માનવતા દાખવી પોલીસ દ્વારા તેના વાલી વારસાની શોધ કરી તેનું પોતાના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પી.આઈ. વી. એલ. પટેલ, તાલુકા પીએસઆઇ બી.ડી. જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ મેસરીયા ગામ પાસે હત્યા કરાયેલ હાલતમાં મળી આવેલ લાશના બનાવમાં તપાસમાં હોય જે દરમિયાન મેસરીયા ગામના બોર્ડ પાસે હોય જ્યાંથી એક માનશીક આસ્થીર જેવી દેખાતી વ્યક્તિ મળી આવતા પોલીસ દ્વારા તેને વાંકાનેર પોલીસ મથકે લાવી,
પુછપરછ કરતા તેણે પોતાનું નામ વીરાભાઈ ઉકાભાઇ બાંભણીયા (ઉ.વ. 35, રહે. મુળ શીયાળબેટ, તા. જાફરાબાદ, જી. અમરેલી) જણાવેલ અને પોતે છેલ્લા ઘણા સમયથી પોતાની મેળે કોઇને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય જેથી પોલીસે તેના વતનમાં જાણ કરતાં મજકુરના મોટાભાઈ અને તેના બનેવી વાંકાનેર પહોંચી તેના નાનાભાઈને ઓળખી
અને હર્ષના આસું સાથે સાથે પોલીસને જણાવ્યું હતું કે મારો ભાઈ છેલ્લા 14 વર્ષથી ઘરેથી કોઈને કહ્યા વગર નિકળી ગયો હોય અને આજે 14 વર્ષ બાદ તે અમને વાંકાનેર પોલીસની સક્રિયતા અને માનવતાથી મળી આવ્યો છે જે બદલ તેમણે વાંકાનેર પોલીસ અને તેમની કામગીરીને બિરદાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA