વાંકાનેર તાલુકાના ભલગામ-મેસરીયા ગામ વચ્ચે ગઈકાલે સાંજના સમયે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ હત્યા કરાયેલ હાલતમાં મળી આવ્યો હતો જે બનાવમાં પોલીસની તપાસમાં આ અજાણ્યા પુરુષની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે હાલ મૃતકની હત્યા કરનાર અજાણ્યા શખ્સો સામે મર્ડરનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….

બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ-મેસરીયા વચ્ચે આવેલ તુલશી હોટલ સામે, કબ્રસ્તાન પાસે ગઈકાલે સાંજના સમયે એક અજાણ્યા પુરુષ જેની ઉંમર 35-40 વર્ષ હોય તેની લાશ મળી આવી હતી.

બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસ તપાસમાં મૃતકની કોઈ બોથળ પદાર્થ કે પથ્થરના ઘા માથાના પાછળના ભાગે મારી હત્યા કરાઈ હોવાનું ખુલ્યું હતું…

હત્યાનો બનાવ સામે આવ્યા બાદ પોલીસે અજાણ્યા શખ્સો સામે મૃતક યુવાનની કોઇ અગમ્ય કારણસર હત્યા કરી હોવાની ફરિયાદી નોંધી મૃતકની ઓળખ અને તેના હત્યારાઓને ઝડપી પાડવાની દિશામાં વધુ તપાસ વાંકાનેર તાલુકા પીએસઆઇ બી.ડી જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇ ચાલવી રહ્યા છે…

મૃતકની ઓળખ મળે તો પોલીસને જાણ કરવા અપીલ…

હત્યા કરાયેલ મૃતકની હજુ સુધી કોઈ ઓળખ પ્રસ્થાપિત ન થતાં પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે મૃતક જેનો વાન ઘઉં વર્ણો, આછા દુધિયા કલરનો શર્ટ , આછાં કાળા કલરનું પેન્ટ તેમજ ગળામાં સફેદ દોરાનું તાવીજ પહેરેલ હોય જો કોઈને પણ તેની ઓળખ વિશે માહિતી હોય તો વાંકાનેર તાલુકા પોલીસના ટેલીફોન નંબર 02828 220665 અથવા મો. 7878123212 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/IZu1BnaSdSzF46c9hEdMUA

error: Content is protected !!