સમગ્ર બોર્ડ ટોપ-10માં શાળાના પાંચ વિદ્યાર્થીઓ અને કેન્દ્ર ટોપ-10 માં કુલ 12 વિદ્યાર્થીઓમાંથી 10-10 વિદ્યાર્થીઓ મોડર્ન ના, વાંકાનેર કેન્દ્રમાં A-1 ગ્રેડ મેળવનાર 18 વિદ્યાર્થીઓમાંથી 14 માત્ર મોડર્ન સ્કુલના…

ગુજરાત બોર્ડ દ્વારા આજે સવારે ધોરણ 12 કોમર્સ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં વાંકાનેર કેન્દ્રનું પણ સારૂ પરિણામ આવ્યું છે, જેમાં વાંકાનેર કેન્દ્રમાં સરેરાશ 84.82 % પરિણામ સાથે કુલ 1245 વિદ્યાર્થીઓમાંથી 1056 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ સાથે જ વાંકાનેર કેન્દ્રના પરિણામની વાત કરીએ તો કેન્દ્ર ટોપ-10માં મોર્ડન સ્કુલે કબ્જો જમાવી શાળાના દસ-દસ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. આ સાથે જ વાંકાનેર કેન્દ્રમાં કુલ 18 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યા છે, જેમાંથી 14 વિદ્યાર્થીઓ માત્ર મોડર્ન સ્કુલના છે…

વાંકાનેર વિસ્તારમાં સરેરાશ પરિણામોની સરેરાશ યાદી જોઇએ તો પ્રથમ ધોરણ 12 સાયન્સ, પછી ધોરણ 10 અને હવે ધોરણ 12 કોમર્સના પરિણામમાં પણ મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી વાંકાનેર વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ સિધ્ધિ હાંસલ કરી છે. આમ વાંકાનેર વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓના ઉચ્ચ ઘડતરમાં મોડર્ન સ્કુલનો સિંહ ફાળો રહ્યો છે…

વાંકાનેર કેન્દ્રમાં ટોપ-10 વિદ્યાર્થીઓની યાદી…

error: Content is protected !!