આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યનું 86.91 ટકા પરિણામ આવ્યું છે જ્યારે મોરબી જિલ્લાનું 89.20 ટકા પરિણામ આવ્યું છે…

મોરબી જિલ્લાના સરેરાશ 89.20 % પરિણામમાં કેન્દ્ર મુજબ પરિણામ જોઈએ તો પહેલા નંબર પર 94.26 % સામે હળવદ કેન્દ્ર, બીજા ક્રમે 88.53 % સાથે વાંકાનેર કેન્દ્ર, ત્રીજા ક્રમે 88.49 % સાથે ટંકારા કેન્દ્ર અને છેલ્લા ચોથા ક્રમે 87.21 % સાથે મોરબી કેન્દ્રનું પરિણામ જાહેર થયુ છે…

ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાંથી કુલ 5379 વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી જે પૈકી 4914 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો મોરબી જિલ્લામાં A-1 ગ્રેડમાં 48, A-2 ગ્રેડમાં 552, B-1 ગ્રેડમાં 1145, B-2 ગ્રેડમાં 1430, C-1 ગ્રેડમાં 1180, C-2 ગ્રેડમાં 410 અને D ગ્રેડમાં 33 વિદ્યાર્થીઓ હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરાયુ છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!