ભાજપ અગ્રણી જીજ્ઞાસાબેન મેર સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ હાજર રહ્યા…

વાંકાનેર તાલુકાની પ્રજાને લગતા વિવિધ પ્રશ્નોના ઉકેલ અને આમ નાગરિકોને પડતી મુશ્કેલીઓને સમજવા માટે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા અને ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય પ્રભુલાલ પનારા ખાસ વાંકાનેર તાલુકાની મુલાકાતે આવ્યા હતા જેમાં તેમનું તાલુકાના સતાપર ગામે ગ્રામજનો દ્વારા ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું છે, જેમાં વાંકાનેર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા જિજ્ઞાસાબેન મેર દ્વારા ખાસ તેમનું ભવ્ય સ્વાગત કરી સામૈયું કરવામાં આવ્યું હતું….

આ તકે ઉપસ્થિત જુદા જુદા ગામોના સરપંચોએ તેમના ગામોના વિવિધ પ્રશ્નો બાબતે ખાસ ચર્ચા કરી તેમના ઉકેલ બાબતે પધારેલા મહેમાનોને રજૂઆત કરી હતી, જે પ્રશ્નોના ટૂંક સમયમાં જ યોગ્ય ઉકેલ લાવવાની ચીમનભાઈએ ભારતીય જનતા પક્ષ વતી ખાતરી આપી હતી.

આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો, આગેવાનો અને ભાજપના હોદ્દેદારો અમુભાઈ ઠાકરાણી, ગાંડુભાઇ ધરજીયા, કાળુભાઈ કાંકરેચા, રતિલાલભાઈ અણીયારીયા, ભગવાનજીભાઈ મેર, કિશોરસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અમરશીભાઈ મઢવી અને શૈલેષભાઈ ઠક્કર સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જે બાદ જિજ્ઞાસાબેન મેરે પધારેલ ચીમનભાઈ સાપરિયા અને પ્રભુલાલ પનારાનો આભાર વ્યક્ત કર્યો હતો…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!