વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમમાં આવેલ એક વાડીની ઓરડીની છત પર લોખંડના સળિયાથી રમતા બે બાળકો રમત રમતમાં આ સળિયો ત્યાંથી પસાર થતી 11 kv વીજ લાઈનને અડી જતાં દસ વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેના નાના ભાઈ આઠ વર્ષીય બાળકને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વલાસણ ગામની સીમમાં આવેલ યુનુસભાઇ જીવાભાઈ ભોરણીયાની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતાં સીયારામચંદ્ર ખરાળીના બે બાળકો વાડીએ આવેલ ઓરડીની છત ઉપર રમી રહ્યા હતા. તે દરમિયાનમાં તેમના હાથમાં રહેલ લોખંડનો સળીયો નજીકથી પસાર થતી 11 kv વિજલાઇનને અડી જતાં દશ વર્ષીય પાયલ અને આઠ વર્ષીય વિશાલ એમ બંને ભાઈ-બહેનને વિજ શોક લાગ્યો હતો,
જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત દસ વર્ષીય પાયલ સીયારામચંદ્ર ખરાડી નામની બાળકીનું મોત થયું હતું જ્યારે તેના આઠ વર્ષીય ભાઈ વિશાલ સીયારામચંદ્ર ખરાડીને ગંભીર હાલતમાં વાંકાનેર જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI