વાંકાનેર : મારૂતિ શો-રૂમ પાછળથી 12 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

0

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેર નજીક આવેલ મારુતિ કંપનીના ફોરવ્હીલ કારના શો-રૂમની પાછળ એક શખ્સને 12 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર નજીક આવેલા મારુતિ કંપનીના શોરૂમ પાછળ ખરાબમાંથી 12 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ. 3,100 ના મુદ્દામાલ સાથે આરોપી જુનેદ યાકુબ ભટ્ટી (રહે. મારુતિ શોરૂમ પાછળ, વાંકાનેર)ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI