સમગ્ર તાલુકામાં A1 ગ્રેડ મેળવનાર 35 માથી 17-17 વિદ્યાર્થીઓ માત્ર મોડર્ન સ્કુલના જ, કેન્દ્ર ટોપ-10 માં પણ એકસાથે છ-છ વિદ્યાર્થીઓ….
આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ 10ના પરિણામમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મોડર્ન સ્કુલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે, જેમાં મોડર્ન સ્કુલના બે વિદ્યાર્થીનીઓએ સમગ્ર ગુજરાતમાં છઠ્ઠો ક્રમ મેળવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. આ સાથે જ સમગ્ર વાંકાનેર કેન્દ્ર ટોપ-10 માં પણ મોડર્ન સ્કુલના એક સાથે છ-છ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે…
પરિણામની વિગતવાર માહિતી જોઈએ તો વાંકાનેરની ધી મોડર્ન સ્કુલના વિદ્યાર્થી શેખ તન્વીર અબ્દુલરઝાકભાઈ અને બાદી આરમીન ઈકબાલભાઈ (મહિકા)એ 99.94 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાદી આરમીન ઈકબાલભાઈએ મોડર્ન હાઈસ્કૂલના આચાર્યની પુત્રી છે, જેને ગણિત અને સંસ્કૃત વિષયમાં 100-100 ગુણ મેળવેલ છે….
આ સાથે જ શાળાના વિદ્યાર્થીઓ પૈકી ચૌધરી નુરૂનીશા ઈકબાલ(ગુલશન)એ 99.88 PR સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં ચોથા ક્રમે, પટેલ ઈલ્શાબાનું મહંમદહુશેન(તીથવા)એ 99.86 PR સાથે વાંકાનેર કેન્દ્રમાં પાંચમો ક્રમ, માથકીયા મહેક ઈકબાલભાઈ (વઘાસીયા)એ 99.74 PR સાથે વાંકાનેર કેન્દ્રમાં સાતમો ક્રમ અને શેરસીયા મો.અઝીમ ઉસ્માનભાઈ (અમરાપર)એ 99.66 PR સાથે વાંકાનેર કેન્દ્રમાં દસમો ક્રમ મેળવી શાળા-પરિવારનું નામ રોશન કર્યું છે….
આવતીકાલથી ધોરણ -11 સાયન્સ/કોમર્સમાં પ્રવેશ શરૂ…