પોલ્ટ્રી ફાર્મમાં 12 શખ્સોએ બંદુકની અણીએ લૂંટ ચલાવી, ત્રણ ટ્રકમાં પાંચ હજાર જેટલા મરઘીના બચ્ચા ભરી લૂંટારૂઓ ફરાર….

ભૂખમરા અને આર્થિક બેહાલી સહી રહેલા પાકિસ્તાનમાં આટા, દાલ, તેલ જેવી રોજેરોજની જરૂરીયાતોની તંગી વેઠી રહ્યું છે. વીજળીનું પણ સંકટ છે, પરંતુ હવે તો ત્યાં મરઘાં-બતકાંની પણ ચોરી શરૂ થઇ ગઇ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા રાવલપિંડી જિલ્લાના જટલી ગામે 12 સશસ્ત્ર લૂંટારૂઓએ એક પોલ્ટ્રી ફાર્મ ઉપર ધાડ પાડી હતી અને ફાર્મમાં કામ કરતા કર્મચારીઓને બંધક બનાવી પાંચ હજાર મરઘીના બચ્ચા ઉઠાવી રફુચક્કર થઇ ગયા હતા….

આ અંગે પોલ્ટ્રી ફાર્મના માલિક વકાસ અહમદે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે ૧૨ વાગ્યાની આસપાસ કેટલાક હથિયારબંધ લુંટારૂઓ તેમના ફાર્મ પર આવી પહોંચ્યા હતા અને ફાર્મના 3 નોકરોને બંધક બનાવી દીધા હતા. લૂંટારૂઓ ત્રણ મિની ટ્રક અને બે બાઇક પર આવ્યા હતા, જે બાદ તેઓએ કર્મચારીઓને બાંધી બાથરૂમમાં પૂરી અને ત્રણ ટ્રકમાં રૂ. 30 લાખની કીંમતના પાંચ હજાર જેટલા મરઘીનાં બચ્ચા તથા મરઘાં ઊઠાવી ગયા હતા…

તે પછી બીજે દિવસે સવારે ગામના લોકોએ બાથરૂમમાં બંધ કરાયેલા કર્મચારીઓને બહાર કાઢી અને પોલ્ટ્રી ફાર્મના માલિકે જાણ કરતા આ અંગે બીજે દિવસે પોલીસ ફરિયાદ નોંધાવી પરંતુ હજી સુધી તે લૂંટારૂઓનો પત્તો મળ્યો નથી…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!