ગેસને જીએસટીના દાયરામાં લેવા પણ ભલામણ, હવે દર મહિને નેચરલ ગેસની કિંમત નક્કી થશે…

કેન્‍દ્ર સરકારે નેચરલ ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્‍યુલાને મંજૂરી આપી છે. સાથે જ પાઇપ દ્વારા સપ્‍લાય કરવામાં આવતા સીએનજી, પીએનજી અને LPGના ભાવની મહત્તમ મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. જેના કારણે સીએનજી અને પીએનજીના ભાવમાં 10 ટકાનો ઘટાડો થવાની શક્યતા છે. વડાપ્રધાન મોદીની અધ્‍યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કુદરતી ગેસ માટે કિરીટ પરીખ સમિતિની ભલામણોને મંજૂરી આપવામાં આવી હતી….

માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે બાબતે માહિતી આપતા જણાવ્‍યું હતું કે, પરંપરાગત ક્ષેત્રમાંથી ઉત્‍પાદિત કુદરતી ગેસ હવે યુએસ-રશિયાની જેમ ક્રૂડ ઓઇલની કિંમતો સાથે જોડવામાં આવશે. વધુમાં હાલમાં દર છ મહિને ગેસના દર નક્કી કરવામાં આવે છે. જેની બદલે હવે દર મહિને ગેસના ભાવ નક્કી કરવામાં આવશે. ગેસ ઉત્‍પાદનને પ્રોત્‍સાહિત કરવા માટે, વધારાના ઉત્‍પાદન પર 20 ટકા પ્રીમિયમ આપવાનો પ્રસ્‍તાવ કરાયો છે. જો વર્તમાન ઉત્‍પાદકો ગેસનું ઉત્‍પાદન વધારશે, તો તેમને જાહેર કરેલ કિંમત ઉપરાંત 20 ટકા પ્રીમિયમના સ્‍વરૂપમાં પ્રોત્‍સાહન આપવામાં આવશે. આનાથી ઉત્‍પાદકોને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્‍પાદન વધારવા માટે પ્રોત્‍સાહિત કરવામાં આવશે…

વધુમાં પરીખ કમિટીએ ગેસને જીએસટીના દાયરામાં લાવવાની પણ ભલામણ કરી છે. જેમાં ગેસ પર 3 ટકાથી માંડીને 24 ટકા સુધીનો સામાન્‍ય ટેક્‍સ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. તેનાથી ગેસ માર્કેટને પ્રોત્‍સાહન આપવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં એનર્જીના ભાવમાં વધારાને કારણે દેશમાં સીએનજી અને પીએનજીના ભાવમાં એક વર્ષમાં 80 ટકાનો વધારો થયો છે. આ નિર્ણયથી સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!