વાંકાનેર શહેર નજીક અવારનવાર દિપડાઓ ચડી આવતા હોવાનાં સમાચારો સામે આવતાં હોય છે, ત્યારે ફરી ગતરાત્રીના ગાયત્રી મંદિરની આસપાસ દિપડાએ દેખા દીધી હતી અને ત્યા આવેલ એક ઘેટા-બકરાના વાઢમાં ઘુસી જઇ 6 ઘેટા અને 2 બકરાનું મારણ કરવામાં આવ્યું હતું, હાલ બનાવની જાણ થતાં ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચી બનાવની તપાસ શરૂ કરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ગાયત્રી મંદિર નજીક ગતરાત્રીના દિપડો ચડી આવ્યો હતો અને અહીં આવેલ જાદવભાઈ ચારોલીયાના પશુ વાડામાં ઘુસી અને ઘેટા-બકરાના વાઢમાંથી 6 ઘેટા અને 2 બકરાનું મારણ કર્યું હતું, બાબતે ફોરેસ્ટ ઓફિસર નરોડીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ વિસ્તાર વિડીની નજીક હોવાથી અવારનવાર અહીં દિપડા આવતા જતા હોય છે ત્યારે હાલ અહીં દીપડાને પકડવા માટે પીંજરું મુકવા સહિતની કામગીરી વન વિભાગે શરુ કરી છે, જેથી ટુંક સમયમાં જ આ દિપડાને પાંજરે પુરવામાં આવશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!