વાંકાનેર વિસ્તારમાં ઠેર ઠેર હનુમાન જયંતિની ભક્તિભાવ સાથે ઉજવણી કરાઇ….

0

આજરોજ હનુમાન જયંતિની વાંકાનેર વિસ્તારમાં ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર ખાતે હવન, મહાપ્રસાદ, ધૂન ભજન, પ્રસાદ વિતરણ, રામનામના જાપ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું….

આજરોજ હનુમાન જયંતી નિમિત્તે વાંકાનેર શહેરના જીનપરા ખાતે આવેલ શ્રી બાલા હનુમાન મંદિર ખાતે યુવાનો દ્વારા વિવિધ ધાર્મિક વિધિઓ સાથે તમામ નાગરિકોમાં બુંદી-ગાઠીયાના પ્રસાદ અને ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ વાંકાનેર વિસ્તારમાં આવેલ અલગ અલગ હનુમાન મંદિર ખાતે હવન, મહાપ્રસાદ, ધૂન ભજન, પ્રસાદ વિતરણ, રામનામના જાપ તથા બટુક ભોજન સહિત અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો સાથે આસ્થાભેર હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU