મોરબી એસ.ઓ.જી. ટીમે : બાજરાનાં ખેતરમાં ગાંજો વાવતા ખેડૂતને 1.31 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા….

વાંકાનેર તાલુકાના કાસીયાગાળા ગામ ખાતેથી મોરબી એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા બાજરાના ખેતરમાં ગાંજા નું વાવેતર કરતા એક શખ્સને લીલા ગાંજાના 17 છોડ સહીત કુલ રૂ. 1.31 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમના પીઆઇ એમ.પી પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીમના મુકેશભાઈ જોગરાજીયાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંકાનેર તાલુકાના કાસિયાગાળા નજીક વાડીમાં માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવેલ હોય, જેના આધારે એસઓજી ટીમે કાસીયાગાળા ગામની સીમમાં આવેલ બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી બાજરાનાં ખેતરમાં ગાંજાનું વાવેતર કરનાર આરોપી રમેશ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયાની વાડીમાં બાજરાના વાવેતરમાં લીમડા અને સરગવાના ઝાડ પાસે લીલા ગાંજાના વિશાળ કદના 17 છોડ મળી આવ્યા હતા…

જેથી એસઓજી ટીમ દ્વારા તમામ ગાંજાના છોડ મૂળ સાથે ઉખાડી વજન કરતા આ ગાંજાનો 12 કિલો 900 ગ્રામ વજન થતા રૂ. 1,29,000નો ગાંજો તેમજ એક મોબાઇલ સહિત કુલ રૂ.1,31,000ના મુદ્દામાલ સાથે આરોપી રમેશ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયાની ધરપકડ કરી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં એનડીપીએસ એક્ટ અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

મોરબી એસઓજી ટીમની આ કામગીરીમાં પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ મહંમદ અસલમ સૌકતઅલી અંસારી, એએસઆઇ સબળસિંહ સોલંકી, હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ રાણા, મુકેશભાઈ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, પોલીસ કોન્સ્ટેબલ કમલેશભાઈ ખાંભલીયા, આસિફભાઇ રાઉમાં, સતિષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, સામતભાઇ છુછિયા અને અશ્વિનભાઈ લોખીલ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!