સમગ્ર દેશમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદ અને હિમવર્ષાની આગાહી, ભારતીય હવામાન વિભાગનું એલર્ટ….

0

હાલ સમગ્ર દેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારત અને રાજધાની દિલ્હી સતત ઠંડીની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 21 થી 25 જાન્યુઆરીની વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. જેના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 21મીએ વહેલી સવારે વરસાદ અને હિમવર્ષાની પ્રક્રિયા ચાલુ રહેશે. 23 અને 25 જાન્યુઆરી સુધીમાં તેમાં વધારો થવાની ધારણા છે, જેના કારણે સમગ્ર ગુજરાતમાં ફરી એક શિત લહેરની શક્યતા દેખાઈ રહી છે….

આ સિવાય 23 અને 25 જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાન સહિત ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ સાથે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવનોને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1