હાલમાં કેન્દ્ર સરકાર તરફથી મોટું અપડેટ સામે આવ્યું છે. જેમાં આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હવે આધાર અને પાનકાર્ડને 30 જૂન સુધીમાં લિંક કરવાનું રહેશે. પહેલા આ તારીખ 31 માર્ચ 2023 રાખવામાં આવી હતી. એટલે કે સરકારે આ મુદતમાં 3 મહિનાનો વધારો આપ્યો છે…
બાબતે મળતી માહિતી અનુસાર અત્યાર સુધી 51 લાખ લોકોના પાન આધાર કાર્ડ લિંક થયા હોવાનું જાણવા મળ્યું છે. સરકારે કહ્યું છે કે જો નક્કી કરાયેલી તારીખ સુધીમાં તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમારે મોટો દંડ ભરવો પડશે. જો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો તેને ફરીથી સક્રિય કરવા માટે, તમારે 10,000 રૂપિયાની પેનલ્ટી ચૂકવવી પડશે. જેનાથી બચવા માટે નાગરિકોએ તા. 30 જુન સુધીમાં આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાનું રહેશે અને તેના માટે માત્ર 1,000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU