વાંકાનેર નજીકથી 120 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ચાલક ફરાર….

0

જેપુર નજીક પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈ કાર ઝાડીઓમાં મુકી બુટલેગર ફરાર…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગતરાત્રીના વાંકાનેર તાલુકાના જેપુર ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન પોલીસને જોઈ એક શંકાસ્પદ કાર ફરાર થવાની કોશિશ કરતા પોલીસે કારનો ફિલ્મી ઢબે પીછો કરી જેપુર ગામ નજીકથી કારને ઝડપી લેતા તેમાંથી 120 બોટલ વિદેશી દારૂની મળી આવી હતી, જેમાં અંધારાનો લાભ‌ લઈ કાર ચાલક નાસી જતા પોલીસે કુલ રૂ. 3,92,300નો મુદામાલ કબ્જે કરી કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર ગતરાત્રીના વાંકાનેર તાલુકા પોલીસ ટીમપા નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન વાંકાનેર તાલુકાના જેપુર ગામ નજીક એક સ્ક્વોડા કાર નં. GJ 21 M 5747 નો ચાલક પોલીસને જોઈ કારને રોડની ફરાર થવાની કોશિશ કરતા પોલીસે કારનો પીછો કર્યો હતો જેમાં આગાળ જતાં કાર ચાલક પોતાની કારને સાઈડમાં ઝાડીમાં ઉતારી નાસી ગયો હતો…

જેથી પોલીસે શંકાસ્પદ હાલતમાં રહેલ કારની તલાશી લેતા તેમાંથી મેજીક મોમેન્ટ ગ્રીન વોડકાની પાંચ પેટી અને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની પાંચ પેટી એમ કુલ દસ‌ પેટીમાંથી 120 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કાર અને વિદેશી દારૂ સહિત કુલ 3,92,300નો મુદામાલ કબ્જે કરી કાર રેઢી મૂકી નાસી ગયેલા બુટલેગર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બનાવની વધુ તપાસ શરૂ કરી છે…..

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU