જામનગર સહીત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બીમારી દુર કરવાના અને ધનપ્રાપ્તિની લાલચ આપી અને લોકો પાસે નાણા અને સોના ચાંદીના દાગીના પડાવી લેતી ગેંગ જે સાધુ જેવા કપડા ધારણ કરીને ફરતી હતી તે મદારી ગેંગના ચાર ઇસમોને જામનગર એલસીબીએ વાંકાનેર નજીકથી ઝડપી પાડ્યા બાદ આજે જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આ અંગેની વધુ વિગતો જાહેર કરી હતી, થોડા દિવસો પૂર્વે આ ગેંગે જામનગરના જામજોધપુરમાં ગીંગણી ગામના સરપંચ રમેશભાઇ હંસરાજભાઇ કાલરીયાને વાતોમાં ભોળવી વિશ્વાસમાં લીધા બાદ બીમારીઓ દુર કરવાના તેમજ ધનપ્રાપ્તિની લાલચ આપી રોકડ તથા સોનાના દાગીના મળી રૂ.1,28,74,500/- ની છેતરપીંડી લૂંટ આચરનાર “મદારી ગેંગ” ઝડપાઈ ગયા બાદ રાજ્યના જુદા જુદા શહેરોમાં આ ગેંગે આવા 15 ગુન્હાઓ આચર્યાનું સામે આવ્યું છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જામજોધપુર તાલુકાના ગિંગણી ગામના સરપંચ રમેશભાઈ હંસરાજભાઈ કાલરીયાએ તાજેતરમાં જામજોધપુર પોલીસ મથક ફરિયાદ નોંધાવી હતી, અને પોતાને સાધુના શ્વાગમાં આવેલા શેતાનોએ પત્ની અને પુત્રની બીમારી દૂર કરવાનું જણાવી તેમજ ચમત્કારના માધ્યમથી વધુ રૂપિયા બનાવી આપવાની વિશ્વાસમાં લઈ પૂજા વિધિ કરાવી કટકે કટકે રૂપિયા 87 લાખ 14 હજારની રોકડ રકમ તેમજ 84 તોલા સોનાના દાગીના સહિત કુલ રૂ. 1,28,71,500 ની રકમની છેતરપિંડી અને લુંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી…
જે ફરિયાદના અનુસંધાને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની રાહબરી હેઠળ એલસીબીની ટીમ તપાસમાં જોડાઈ હતી, અને ટેકનિકલ સેલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી જામજોધપુર રાજકોટ મોરબી અને વાંકાનેર સહિતના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો જે દરમિયાન લાલપુર થી જામનગર તરફ એક કાર કે જેના નંબર GJ 13 AR 7675 જેમાં એક ટોળકી સાધુના વેશમાં છેતરપિંડીના બહાને આવી રહી છે, તેવી બાતમીના આધારે એલસીબી ટીમેં વોચ ગોઠવી ઉપરોક્ત કારને રોકી તેમાથી મદારી ગેંગના આરોપી ૧). ધારૂનાથ જવરનાથ સોલંકી, ૨). રૂમાલનાથ સુરમનાથ પરમાર, ૩). જોગનાથ કાળુનાથ પરમાર અને ૪). વિજય જવારનાથ સોલંકી (બધા જાતે મદારી, રહે. ભોજપરા, તા. વાંકાનેર)ને ઝડપી લીધા હતા…
એલસીબીની ટીમે ચારેયની ઊંડાણપૂર્વકની પૂછપરછ કરતાં આખરે તેઓએ જામજોધપુરના ગીંગણી ગામના સરપંચ પાસેથી રોકડ અને સોનુ પડાવી લીધું હોવાની કબૂલાત આપી હતી, જેમાં તેઓના બે સાગરીતો ભોજપરા ગામના ૫). બહાદુરનાથ સુરમનાથ પરમાર અને ૬). જાલમનાથ વિરમનાથ પરમાર પણ સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું જેથી હાલ આ બંને આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ઉપરોક્ત ચારેય શખ્સો પાસેથી 75,40,000 ની રોકડ રકમ 41,57,000 ની કિંમતના સોનાના દાગીના, ઇકો કાર અને પાંચ મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1,19,50,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે….
પોલીસની પૂછપરછ દરમિયાન ચારેય આરોપીઓ સાધુના ભગવા કપડા પહેરી ફરતા હતા, અને તે પૈકી એક દિગંબર અવસ્થામાં ગુરુનો વેશ ધારણ કરતો અને ગીંગણી ગામે તેઓ રુદ્રાક્ષની માળા સાથે પહોંચ્યા હતા, અને સરપંચને બીમારી દૂર કરવાનું બહાનું બતાવી તેમજ કરોડો રૂપિયા બનાવી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી ધાર્મિક વિધિ તથા પૂજા કરવાથી ધન પ્રાપ્તિ થશે, તેમજ બીમારી દૂર થશે તેવું પ્રલોભન આપ્યું હતું, અને ચમત્કાર બતાવી રૂપિયા દેખાડયા હતા અને વિશ્વાસમાં લઈ અલગ અલગ સ્થળે બોલાવી પ્રવાહીની શીશી આપી હતી, અને એક પતરાની પેટીમાં કરોડો રૂપિયા ભરી આપી પેટીને ધૂપ આપવા જણાવી છેતરપિંડી કરી હતી, અને પૈસા લઈને ભાગી છુટ્યા હતા. હજુ પણ વધુ પૈસા માંગતા ફરિયાદીએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હોવાથી તેને માર મારી લૂંટ ચલાવી હતી…
ઉપરોક્ત આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન તેઓએ સમગ્ર ગુજરાત ભરમાં 15 જેટલા સ્થળોએ ધાર્મિક વિધિના બહાને નાણા પડાવી લીધાનું કબૂલ્યું હતું. જેમાં…
1). એકાદ વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારુનાથ તથા વિજયનાથે સાથે મળી મુળીથી સુરેન્દ્રનગર રોડ વચ્ચે એક ભાઇની પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 1,50,000/- પડાવી લીધેલ હતા.
2). ચારેક મહિના પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી રાજકોટ શહેરમાં આજીડેમ ચોકડી પાસે એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 30,000/- પડાવી લીધેલ હતા.
3). બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી ગીરસોમનાથ જીલ્લાના ઉના શહેરમાં એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 5,00,000/- પડાવી લીધેલ હતા.
4). બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી અમરેલી જીલ્લાના રાજુલામાંથી એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 2,00,000/- પડાવી લીધેલ હતા.
5). એક વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી જુનાગઢ શહેર માં એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 1,50,000/- પડાવી લીધેલ હતા.
6). બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી પોરબંદર શહેર મા એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 60,000- પડાવી લીધેલ હતા.
7). એક વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી સુરેન્દ્રનગર જીલ્લાના હળવદ ખાતે એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 2,00,000/- પડાવી લીધેલ હતા.
8). બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ, ગોરખનાથ તથા મેરખનાથએ સાથે મળી દિવ શહેરમાં એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 5,00,000/- પડાવી લીધેલ હતા.
9). બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા મેરખનાથ એ સાથે મળી સુરત શહેરમાં એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 10,00,000/- પડાવી લીધેલ હતા.
10). બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી કચ્છમાં ગાંધીધામ શહેર માં એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 15,000/- પડાવી લીધેલ હતા.
11). બે વર્ષ પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી કચ્છમાં ભુજ શહેરમા એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 25,000/- પડાવી લીધેલ હતા.
12). છ મહિના પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી મોરબી શહેરમાં નવલખી ફાટક પાસે એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને રૂપીયા 25,000/- પડાવી લીધેલ હતા.
13). ચાર મહિના પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ, મુનાનાથ તથા વિજયનાથે સાથે મળી સુરેન્દ્રનગર જીલ્લાના લખતર વઢવાણ પાસેથી એક ભાઇ પાસેથી ધાર્મીકવીધી કરવાના બહાને રૂ1,50,000/- પડાવી લીધેલ હતા.
14). બે મહિના પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ તથા વિજયનાથે સાથે મળી અમરેલી જીલ્લાના બગસરા તાલુકાના સુદવડગામે એક ભાઇ પાસેથી ધાર્મીકવીધી કરવાના બહાને રૂ 87,500/- પડાવી લીધેલ હતા.
15). દોઢ મહિના પહેલા રૂમાલનાથ તથા ધારૂનાથ જોગનાથ તથા વિજયનાથે સાથે મળી રાજકોટ જીલ્લાના પાટણવાવની બાજુમા મોટીમારડથી વાડોડ રોડ ઉપર એક ભાઇ પાસેથી ધાર્મીક વીધી કરવાના બહાને એક તોલાની સોનાની વીંટી પડાવી લીધેલ હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU