5.3 હજાર PWD તથા 17,800 મતદાર 80 વર્ષથી ઉપરના મતદારો માટે પેપર બેલેટની વ્યવસ્થા કરાશે…

સમગ્ર ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મોરબી જિલ્લાના મોરબી મતવિસ્તારના 299 બુથ, ટંકારા મતવિસ્તારના 300 બુથ તથા વાંકાનેર મતવિસ્તારના 306 બુથ મળી કુલ 905 બુથ પર મતદાન થનાર છે, ત્યારે મોરબી ચૂંટણી શાખા સાથે સંપૂર્ણ વહીવટી તંત્ર પણ ચૂંટણીઓની તૈયારીઓમાં સજ્જ બન્યું છે. લોકશાહીના આ પર્વ અન્વયે સમગ્ર જિલ્લામાં કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે….

મોરબી જિલ્લાની ત્રણ બેઠકો: 65-મોરબી, 66-ટંકારા અને 67-વાંકાનેરના મતવિસ્તાર માટે આગામી ચૂંટણીમાં 1 નવેમ્બરની સ્થિતિએ મોરબી મતવિસ્તાર માટે 1,48,695 પુરૂષો તથા 1,37,988 મહિલાઓ મળી કુલ 2,86,686 મતદારો, ટંકારા મતવિસ્તાર માટે 1,28,131 પુરૂષો તથા 1,21,313 મહિલાઓ મળી કુલ 2,49,444 મતદારો અને વાંકાનેર મતવિસ્તાર માટે 1,45,221 પુરૂષો તથા 1,35,983 મહિલાઓ મળી કુલ 2,81,205 મતદારો એમ કુલ 8,17,335 મતદારો લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે…

આ મતદારો પૈકી મોરબી બેઠક મતવિસ્તાર માટે 1642, ટંકારા બેઠક મતવિસ્તાર માટે 1739 અને વાંકાનેર બેઠક મતવિસ્તાર માટે 1931 મળી કુલ 5312 PWD (Person With Disabilites)નો સમાવેશ થાય છે, જેમના માટે પેપર બેલેટ (ટપાલ મતપત્ર)ની વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેઓ ઘર બેઠા મતદાન કરી શકે…

ઉંમર પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે તો 18-19 વર્ષના 18,896 મતદારો, 20-29 વર્ષના 1,75,774 મતદારો, 30-39 વર્ષના 2,12,089 મતદારો, 40-49 વર્ષના 1,53,481 મતદારો, 50-59 વર્ષના 1,19,722 મતદારો, 60-69 વર્ષના 79,899 મતદારો, 70-79 વર્ષના 39,641મતદારો અને 80 વર્ષથી ઉપરના 17,833 મતદારોનો સમાવેશ થાય છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!