મોરબીમાં કાંતિલાલ અમૃતિયા 61,580 મતોથી વિજય, ટંકારા બેઠક પર દુર્લભજીભાઈ દેથરીયાનો 10,246 મતોથી વિજય….
મોરબી જિલ્લાની ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર બેઠક માટે આજે મોરબી ખાતે મતગણતરી યોજાઈ હતી, જેમાં ગત વખતે 2017 માં મોરબીની ત્રણે ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો, જે બાદ આ વર્ષે 2022ની ચૂંટણીમાં મોરબી જિલ્લાની ત્રણે ત્રણ બેઠક પર કોંગ્રેસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને જીલ્લાની ત્રણેય બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો અને ત્રણેય બેઠક પર ભાજપના ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજયી થયો હતો….
મોરબી જિલ્લાની ૬૫-મોરબી બેઠકની વાત કરીએ તો આ વિસ્તારમાં ભાજપનું મોજું ફરી વળતાં કોંગ્રેસનો કચ્ચરઘાણ વળી ગયો હતો જેમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાનો 61,580 જેટલી જંગી લીડથી વિજયી થયો હતો. આ બેઠક પર શરૂઆતથી ભાજપના ઉમેદવાર વિજયી લીડ બનાવી રાખી હતી જે 22 રાઉન્ડના અંતે 61,580 જેટલા મતોમાં ફેરવાઈ હતી….
મોરબી બેઠક પર ઉમેદવારોને મળેલા મતો…
કાંતિલાલ અમૃતિયા (ભાજપ) = 1,13,701
જયંતભાઈ પટેલ (કોંગ્રેસ) = 52,121
પંકજ રાણસરીયા (આપ) = 17,261
૬૬-ટંકારા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર પણ ભાજપે શરૂઆતથી જ વિજયી લીડ બનાવી રાખી હતી. ગત 2017 ની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનના કારણે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાનો 29,000 કરતા વધુ મતોથી વિજય થયો હતો જે બાદ આ વર્ષે યોજાયેલ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરીયાનો 10,246 મતોથી ભવ્ય વિજય થયો હતો….
૬૬-ટંકારા બેઠક પર ઉમેદવારોને મળેલા મતો…
૧). દુર્લભજીભાઈ દેથરીયા (ભાજપ) = 82,845
૨). લલિતભાઈ કગથરા (કોંગ્રેસ) = 72,599
૩). સંજયભાઈ ભટાસણા (આપ) = 17,617
વાંકાનેર બેઠક પર ઉમેદવારોને મળેલા મતો….
૧). જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી (ભાજપ) = 80,226
૨). મહંમદજાવીદ પીરઝાદા (કોંગ્રેસ) = 60,383
૩). વિક્રમભાઈ સોરાણી (આમ આદમી પાર્ટી) = 53,110
વાંકાનેર વિસ્તારની ચુંટણીની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F0IiNebWazC3CSJDdTR4TP