સમગ્ર ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આજે વહેલી સવારથી જ મોરબીની પોલીટેકનિક કોલેજ ખાતે ૬૭-વાંકાનેર-કુવાડવા બેઠકની મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં 1 થી 10 રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી લીડ સાથે આગળ વધી રહ્યા હતા જે બાદ 11 થી 14 દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર પીરઝાદાએ પાતળી સરસાઇ મેળવ્યા બાદ 15 થી 22 રાઉન્ડ સુધી ભાજપના ઉમેદવાર સતત વિજયી લીડ મેળવતા રહ્યા હતા…
૬૭-વાંકાનેર-કુવાડવા બેઠક પર આજે બપોરે મત ગણતરી પુરી થયાં બાદ કોંગ્રેસના ગઢ સમાન વાંકાનેર બેઠક પર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીનો 19,843 મતોથી વિજય થયો હતો, આ ચુંટણીમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરતા ત્રિપાખીયો જંગ ખેલાયો હતો જેમાં આપ ફેક્ટરે મોટેભાગે કોંગ્રેસની વોટબેંકને મોટું નુક્સાન પહોંચાડ્યું હતું. રાજકીય નિષ્ણાતોના મત મુજબ વાંકાનેર બેઠક પર પણ કોંગ્રેસને આપ ફેક્ટર નડી ગયું હતું જેના કારણે કોંગ્રેસનો ગઢ ધ્વસ્ત થયો હતો….
વાંકાનેર બેઠક પર ઉમેદવારોને મળેલા મતો….
૧). જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી (ભાજપ) = 80,226
૨). મહંમદજાવીદ પીરઝાદા (કોંગ્રેસ) = 60,383
૩). વિક્રમભાઈ સોરાણી (આમ આદમી પાર્ટી) = 53,110
૦૪). ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા (બ.સ.પા.) = 932
૦૫). પ્રકાશ નારણભાઈ અજાડીયા (રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી) = 1755
૦૬). જીતેશભાઈ રૂપાભાઈ શાંતોલા (અપક્ષ) = 287
૦૭). નરેન્દ્ર વિરાભાઈ દેગડા (અપક્ષ) = 193
૦૮). નવીનભાઈ અમૃતભાઈ વોરા (અપક્ષ) = 338
૦૯). મહેબુબભાઈ જમાલભાઈ પીપરવાડીવા (અપક્ષ) = 194
૧૦). મેરામભાઈ કરમણભાઈ વરૂ (અપક્ષ) = 414
૧૧). રમેશભાઈ ડાભી (અપક્ષ) = 524
૧૨). વલ્લભભાઈ કરશનભાઈ વાઘેલા (અપક્ષ) = 426
૧૩). હીનાબેન પ્રવિણભાઇ રૈયાણી (અપક્ષ) = 537
વાંકાનેર વિસ્તારની ચુંટણીની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F0IiNebWazC3CSJDdTR4TP