મોરબી જિલ્લાના દરેક તાલુકા મથકે હવેથી ડાયાલિસિસ સેન્ટરની સુવિધા મળી રહેશે….

0

મોરબી અને વાંકાનેર બાદ માળીયા, હળવદ તથા ટંકારામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરાશે…

કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધા સાથે નિઃશુલ્ક સારવાર મળી રહે તે હેતુથી ટૂંક સમયમાં મોરબી જિલ્લાના તમામ તાલુકા મથકે ડાયાલિસિસ સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવશે જેમાં હાલ મોરબી અને વાંકાનેર ખાતે ડાયાલિસિસ સેન્ટરો કાર્યરત હોય અને આગામી સમયમાં માળિયા, હળવદ તથા ટંકારા એમ ત્રણ તાલુકા મથકોએ પણ ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવનાર છે જેથી હવે જિલ્લાના તમામ તાલુકાઓમાં કિડનીના દર્દીઓ માટે ડાયાલિસિસની સારવાર મળી રહેશે…

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં દર 30 થી 40 કિલોમીટરના અંતરે ડાયાલિસિસની અધ્યતન સુવિધા પ્રાપ્ત થાય તે હેતુથી ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ દરેક જિલ્લામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરવામાં આવી રહ્યા છે, જ્યાં કિડનીના દર્દીઓને તમામ સુવિધા વિનામૂલ્ય મળી રહે છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso