મેડિકલ કોલેજ માટે અગાઉની 50 વીઘા જમીન ઉપરાંત નવી 25 વીઘા જમીન ફાળવાઇ : 75 વીઘામાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજનું ટૂંક સમયમાં થશે ખાતમુહુર્ત….
મોરબી શહેર ખાતે મેડિકલ કોલેજના નવા બિલ્ડીંગનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રૂ. 500 કરોડના ખર્ચે અધતન સુવિધાઓ સાથે મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવશે તેવું મંત્રીશ્રી બ્રિજેશભાઈ જણાવ્યું હતું. મોરબી મેડિકલ કોલેજ માટે શરૂઆતમાં 50 વીઘા જમીન ફાળવવામાં આવી હતી, જેમાં મંત્રીશ્રી સહિત સ્થાનિક અગ્રણીઓની સતત રજૂઆતો તથા કાર્યશીલતાના પગલે મોરબી મેડિકલ કોલેજ માટે વધારે 25 વીઘા જમીન ફાળવવામાં આવી છે, જેથી હવે કુલ 75 વીઘા જમીન મળવાથી મેડિકલ કોલેજના ભવન માટે વધારે અવકાશ મળી શકશે…
આવનાર સમયમાં મેડિકલ કોલેજના નવા ભવનનું ખાતમુહૂર્ત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે જેમા મોરબી ખાતે નવીન ટેકનોલોજી તથા અદ્યતન સુવિધાઓ સાથેની મેડિકલ કોલેજનું ભવન આકાર લેઉ જેના કારણે મોરબી જિલ્લાની સુખાકારીમાં પણ વધારો થશે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso