વાંકાનેર વિસ્તારમાં વાહન ચોર ગેંગ સક્રિય થઇ હોય તેવો ઘાટ સર્જાયો છે, જેમાં અવારનવાર વાહનચોરીની ફરિયાદો સંભાળાઇ રહી છે, જેમાં જુજ માત્ર કેસ જ પોલીસ ચોપડે ચડે છે, જેમાં ગત તા. ૨૮/૦૮ ના રોજ વાંકાનેર શહેરના શિવપાર્ક સોસાયટી ખાતેથી તસ્કરોએ નાઈટ પેન્ટ અને ટીશર્ટનો માલ ભરેલી એક ઈકો કાર અજાણ્યા તસ્કરોએ ચોરી ગયા હતા, અરજી બાદ જેની આજે ફરિયાદ નોંધાઇ છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની શિવપાર્ક સોસાયટી શેરી નંબર 3 ખાતે રહેતા અને કપડાંનો ધંધો કરતા યોગેશભાઈ પ્રવિણભાઈ મચ્છોયાની ઇકો કારમાં નાઈટ પેન્ટ અને ટી-શર્ટ વેંચવાનો માલ પડ્યો હોય જે ગત તા.28ના રોજ તેમણે પોતાના ઘર પાસે પાર્ક કરી હોય, ત્યારે મોડી રાત્રીના કોઈ અજાણ્યા તસ્કરો આ ઈકો કારને ચોરી કરી ગયા હતા…

બનાવ અનુસંધાને યોગેશભાઈ મચ્છોયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રૂ. 4 લાખની મારૂતી કંપનીની ઈક્કો ગાડી રજી.નંબર GJ 36 R 6911 તેમજ તેમાં ભરેલ રૂ. 1.5 લાખની કિંમતના નાઈટ ટી-શર્ટ પેન્ટના માલની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

error: Content is protected !!