ખાણ ખનીજ વિભાગ સ્થળ પર પહોંચે તે પહેલાં જ તમામ મશીનરી લઇ ખનીજ માફિયાઓ ભાગી છુટયા : અત્યારે સુધી થયેલ ખનીજચોરીથી સરકારી તિજોરીને થયેલ રોયલ્ટીની નુકસાનીનું શું ?, તપાસ જરૂરી…

ટંકારા તાલુકાના જબલપુર ગામના સરકારી ખરાબા સર્વે નંબર 119 ની જમીનમાં બે જેસીબી અને બે હિટાચી મશીનો વડે ખનીજ માફિયાઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી માટી-મોરમની ખનીજ ચોરી કરવામાં આવી રહી હતી જેથી બાબતે ચક્રવાત ન્યુઝ દ્વારા અખબારી અહેવાલો પ્રસિદ્ધ કર્યા બાદ સફાળા જાગેલા મોરબી જિલ્લા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓએ પોતાની ટીમ સાથે ખનીજચોરીના સ્થળ પર દરોડા પાડ્યાં હતાં પરંતુ દરોડા પડે તે પૂર્વે ખનીજચોરો પોતાની મશીનરી લઇને ફરાર થઇ ગયા હતા…

બાબતે કહેવું અનિવાર્ય બન્યું છે કે આ ખનીજચોરીના સ્થળ પર ખનીજચોરો દ્વારા માટી મોરમની ચોરી કરવાથી મસમોટા ખાડાઓ થયાં છે જે અહિં થતી ખનીજચોરીની પુષ્ટિ કરે છે તો આ બાબતે શું ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ કરાશે કે હોતી હૈ ચલતી હૈ સુત્ર સાર્થક કરાશે ?

જબલપુર ગામના સર્વે નંબર 119 માંથી ખોદાયેલ માટી-મોરમથી અહીં પસાર થતાં સિંગલ પટ્ટી ડામર રોડની બન્ને સાઈડનું પુરાણ કામ કરવામાં આવ્યું છે જેથી આ રોડના પુરાણ કામમાં વપરાયેલી માટી કેટલી, તેની રોયલ્ટી કેટલી, પેનલ્ટી રોયલ્ટી કેટલી બાબતે આ રોડનું કામ કરનાર કોન્ટ્રાક્ટર પાસે જવાબ લેવાશે અને તપાસ થાય તો અહીં ખનીજ ચોરી કરનાર ખનીજ માફિયાઓ કોણ છે તે ખુલ્લું થઈ શકે છે ? બાબતે જો‌ તટસ્થ તપાસ થાય તો આ ખનીજ ચોરીમાં સંડોવાયેલ જેસીબી-હિટાચી-ડમ્પર મશીનોની છુપાવેલી વિગતો ખુલવા પામે પરંતુ જો આ ખનીજચોરી બાબતે ખરા અર્થમાં તટસ્થ તપાસ કાર્યવાહી થાય તો આ વિસ્તારના કેટલાંય રાજકીય માંધાતાઓનો આ ષડયંત્રમાં હિસ્સો બહાર આવે તેમ છે…

બાબતે પોલીસતંત્ર આ ખનીજચોરી મામલામાં ઝંપલાવે અને કડક હાથે કામ લે તો આખા ષડયંત્રનો પર્દાફાશ થાય તેમ છે અને આ ષડયંત્રમાં સંડોવાયેલા માંધાતાઓની ખુલ્લા પડી શકે અને ટંકારા તાલુકામાં અન્ય સ્થળોએ ચાલતી બેફામ ખનીજચોરી પણ આ મામલે કડક કાર્યવાહી જોઈને બંધ થઈ શકે છે પરંતુ જરૂરી છે કે કડક કાર્યવાહી કરવામાં આવે…

આ અખબારી અહેવાલ સાથે અહિં થતી ખનીજ ચોરથી પડેલ મસમોટા ખાડાઓ, ખનીજ ચોરીમાં વપરાયેલા વાહનો અને આ માટી-મોરમથી બાજુમાં આવેલી ફેક્ટરીમાં નાંખેલ ભરતીની તસ્વીર સહિતના મુદ્દાઓ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે તો સત્ય સાર્થક બની શકે છે પરંતુ કાર્યવાહી થશે ખરી…?

error: Content is protected !!