વાંકાનેર તાલુકાના ભેરડા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બાઇક પર દેશી દારૂની ખેપ મારવાં નિકળેલા બે શખ્સોને 100 લીટર દેશીદારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ તા. 11ના રોજ વાંકાનેર તાલુકાના ભેરડા ગામના બોર્ડ પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બાઇક નં. GJ 03 DP 7663 પર કોથળા સાથે શંકાસ્પદ હાલતમાં પસાર થતા કીશનભાઇ દેવાભાઇ મકવાણા અને સંજયભાઇ ભીખાભાઇ મોરીને રોકી તલાશી લેતા આરોપીઓ પાસેથી 100 લીટર કેફી પ્રવાહી (કી.રૂ. 2000)ને વેચાણ કરવાના ઇરાદા સાથે મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓની અટક કરી હતી….
પોલીસ દ્વારા આ બનાવમાં તપાસ બાદ કીશનભાઇ, સંજયભાઇ અને વાંકાનેરના હરદેવભાઇ ચોથાભાઇ અને કેસાભાઇ સામજીભાઇ બાવળીયાનું નામ ખુલતા સામે તમામ આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly