વાંકાનેર તાલુકાના લુણસર ગામના જાપા નજીકથી નંબર પ્લેટ વગરના બાઈક લઈને શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી 11 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે વિદેશી દારૂ સહિત કુલ રૂ‌. 11,300 ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામના જાપા પાસેથી નંબર પ્લેટ વગરનું બાઇક લઇને શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને વાંકાનેર તાલુકા પોલીસ ટીમે રોકી તેની તલાસી લેતાં તેની પાસેથી 11 બોટલ વિદેશી દારૂ(કિં. 3,300) મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને બાઈક મળી કુલ રૂ. 11,300 ના મુદ્દામાલ સાથે આરોપી અશ્વિનભાઈ ઠાકરશીભાઈ ભાલાળા (ઉ.વ. 27, રહે. છાસીયા, તા.વિછીયા)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!