વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે જમીનની વેચાણથી લેતીદેતી મામલે બે શખ્સોએ યુવાન અને મહિલાને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં યુવાનના પિતાની ફરીયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે રહેતા રામજીભાઈ સવસીભાઇ કટુડીયાએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ હિતેશ શંકરભાઈ વસીયાણી અને રમેશ શંકરભાઈ વસીયાણી (રહે. બંને લુણસર) સાથે તેમને જમીનની લેતીદેતી મામલે ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ લોખંડ પાઈપ વડે ફરિયાદીના દીકરા ચેતન અને ફરિયાદીના મોટા દીકરાની પત્ની ભાવનાબેનને માર મારી ઈજા કરી હતી…

બાબતની જાણ થતાં ફરિયાદી રામજીભાઈ પણ ત્યાં પહોંચતા બંને આરોપીઓએ ફરિયાદીને પણ માર મારી ઈજા કરી હતી. બનાવ બાદ બંને આરોપીઓ સફેદ કલરની કારમાં નાસી ગયા હતા…

આ બનાવના કારણમાં ફરિયાદીને લુણસર ગામમાં ખેતીની 16 વીઘા જમીન હોય જેની બાજુમાં આરોપી રમેશની વાડી હોય જેથી આરોપી તેમની જમીન વેચાણે રાખવા માંગતા હોય અને બદલામાં ગામમાં બીજી જમીન લઇ આપવાના હોય પરંતુ તે જમીન ઓછી હોવાથી પોતાની જમીન આરોપીઓને વેચાણે આપવાની ના પાડતા બંને શખ્સોએ તેમના પરિવાર પર હૂમલો કરી માર મારી ઈજા પહોંચાડી હતી જેથી આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly

error: Content is protected !!