વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ ખોડીયાર સોસાયટી નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને વાંકાનેર શહેર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા જે તમામ આરોપીઓ સામે વાંકાનેર પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે આ વિસ્તારમાં આવેલ ખોડિયાર સોસાયટીમાં જુગારની રેડ કરતા સ્થળ પર સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા રફિકભાઈ રમજાનભાઈ હાલા (ઉ.વ. 34), સંજયભાઈ ભીખાભાઈ મોરી (ઉ.વ. 30),
કિશોરભાઈ છનાભાઇ ગાંગણ (ઉ.વ. 37) અને આસિફભાઇ દાઉદભાઈ પીપરવાડીયા(ઉ.વ. 25) મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રકમ સહિત કુલ રૂ. 12,000નો મુદામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે વાંકાનેર શહેર પોલીસમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly